Movie Masala/ શાહરૂખ ખાને ‘પઠાન’ માટે લીધા 100 કરોડ રૂપિયા, દીપિકા અને જ્હોન અબ્રાહમની ફી જાણીને ચોંકી જશો

શાહરૂખ ખાને ફિલ્મ ‘પઠાન’ માટે દિવસ-રાત મહેનત કરી છે. ખાસ ડાયટ અને વર્કઆઉટ પણ લીધું. શાહરૂખની સાથે દીપિકા અને જોન અબ્રાહમ પણ આ ફિલ્મ માટે ડબલ કામ કરી રહ્યા છે, તેથી સ્ટાર્સ પણ આ ફિલ્મ માટે તગડી રકમ લઈ રહ્યા છે.

Trending Entertainment
શાહરૂખ ખાને

બોલિવૂડનો કિંગ ખાન તેની આગામી ફિલ્મ ‘પઠાન’ને હિટ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યો છે. ફિલ્મ ‘પઠાન’ને સફળ બનાવવા માટે શાહરૂખ ખાને મા વૈષ્ણો દેવીના દરબાર અને ઉમરાહ કરવા પણ ગયો હતો. હાલમાં જ એવા સમાચાર પણ આવી રહ્યા છે કે શાહરૂખ ખાન ‘ફીફા વર્લ્ડ કપ ફાઈનલ’માં ફિલ્મ ‘પઠાન’નું પ્રમોશન કરશે. આપને જણાવી દઈએ કે શાહરૂખ 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહ્યો છે. શાહરૂખની સાથે દીપિકા અને જોન અબ્રાહમ પણ આ ફિલ્મ માટે ડબલ કામ કરી રહ્યા છે, તેથી સ્ટાર્સ પણ આ ફિલ્મ માટે તગડી રકમ લઈ રહ્યા છે. આવો જાણીએ સ્ટાર્સ કેટલી ચાર્જ કરે છે.

શાહરૂખ ખાન

આ ફિલ્મ માટે શાહરૂખ ખાને દિવસ-રાત મહેનત કરી છે. ખાસ ડાયટ અને વર્કઆઉટ પણ લીધું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખે આ ફિલ્મ માટે અન્ય ફિલ્મો કરતાં વધુ ફી લીધી છે. જણાવી દઈએ કે શાહરૂખે ‘પઠાન’ માટે 100 કરોડ લીધા છે.

દીપિકા પાદુકોણ

હાલમાં જ આ ફિલ્મનું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયું છે. દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનના લુકએ આ ગીતમાં જીવ આપ્યો છે. આ ગીતના વીડિયોમાં દીપિકા ખૂબ જ હોટ લાગી રહી છે. રિપોર્ટ્સ અનુસાર દીપિકાએ આ ફિલ્મ માટે લગભગ 15 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

જ્હોન અબ્રાહમ

શાહરૂખ ઉપરાંત જોન અબ્રાહમ પણ ફિલ્મ ‘પઠાન’માં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે જ્હોન પણ લીડ રોલમાં જોવા મળશે. રિપોર્ટ અનુસાર, જ્હોન અબ્રાહમે આ ફિલ્મ માટે લગભગ 20 કરોડ રૂપિયા લીધા છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’ હિન્દી, તમિલ અને તેલુગુમાં 25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. આ સાથે શાહરૂખ ખાન પણ ‘જવાન’માં જોવા મળશે. આ ફિલ્મ 2 જૂન, 2023ના રોજ રિલીઝ થશે. આ સિવાય શાહરૂખ ‘ડાંકી’માં પણ જોવા મળશે.

આ પણ વાંચો:50 લાખના હેરોઈન સાથે બાઉન્સર ઝડપાયો, નવા વર્ષની પાર્ટી માટે મુંબઈની સેલિબ્રિટીઝ માટે મંગાવવામાં આવ્યું હતું કન્સાઈનમેન્ટ

આ પણ વાંચો:વડોદરામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ચાર લોકોના કરુણ મોત

આ પણ વાંચો:પોલીસનું “નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન”, વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયુ 51.1 ગ્રામ