Movie News/ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ પર લાગી મહોર, ભાઇજાનને પસંદ આવી સ્ક્રિપ્ટ

બોલિવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાનની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, સલમાન ખાન, ઈમરાન હાશ્મી અને કેટરિના કૈફની ફિલ્મ ટાઈગર 3 માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે તો બીજી તરફ ‘નો એન્ટ્રી’ની સિક્વલ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’  વિશે જાણવા માંગે છે

Trending Entertainment
14 6 'નો એન્ટ્રી મેં એન્ટ્રી' પર લાગી મહોર, ભાઇજાનને પસંદ આવી સ્ક્રિપ્ટ

બોલિવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાનની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન, ઈમરાન હાશ્મી અને કેટરિના કૈફની ફિલ્મ ટાઈગર 3 માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે તો બીજી તરફ ‘નો એન્ટ્રી’ની સિક્વલ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’  વિશે જાણવા માંગે છે.’ આવી સ્થિતિમાં ડિરેક્ટર અનીસ બઝમીએ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ વિશે અપડેટ આપ્યું છે.

આ દિવસોમાં, કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 ને લઈને ચર્ચામાં રહેલા અનીસ બઝમીએ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ વિશે વાત કરી છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન અનીસે કહ્યું, “મારી આગામી ફિલ્મ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ છે. હું તાજેતરમાં જ સલમાન ભાઈને મળ્યો હતો અને તેમણે મને ફિલ્મ પર કામ શરૂ કરવાનું કહ્યું હતું. અમે મળ્યા અને મેં તેમને સ્ક્રિપ્ટ સંભળાવી. તેમને સ્ક્રિપ્ટ ખુબ ગમી છે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’નું કામ ચાલી રહ્યું છે.

અનીસે વધુમાં ઉમેર્યું હતું કે, “50 થી વધુ ફિલ્મો કર્યા પછી, મારો હેતુ સારી ફિલ્મો બનાવવાનો છે અને ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ એક ધમાકેદાર એન્ટરટેઈનર ફિલ્મ હશે, જે બધાને ગમશે.” સ્ક્રિપ્ટ પર સલમાન અને બોની કપૂરના રિએક્શન પર અનીસે કહ્યું, ‘સલમાન ભાઈને સ્ક્રિપ્ટ ગમી, બોની જીને પણ તે ગમી અને તેમણે કહ્યું કે આ ખૂબ જ સારી સ્ક્રિપ્ટ છે. અમારી પાસે ઘણા સમય પહેલા એક મૂળભૂત વિચાર હતો, પરંતુ અમે તેને પટકથામાં લાવવા સક્ષમ ન હતા.

અનીસે આગળ કહ્યું, ‘આ જ કારણ છે કે ફિલ્મની સિક્વલ માટે આટલો સમય લાગ્યો છે. પરંતુ હવે આ ફિલ્મ પર મહોર મારી દેવામાં આવી છે અને તે ડબલ રોલની કોમેડી ફિલ્મ હશે. નોંધનીય છે કે વર્ષ 2005માં નો એન્ટ્રી રિલીઝ થઈ હતી, જેમાં સલમાન ખાન સાથે અનિલ કપૂર, ફરદીન ખાન, લારા દત્તા, ઇશા દેઓલ અને બિપાશા બાસુ મહત્વની ભૂમિકામાં હતા. આ ફિલ્મ એક શાનદાર કોમેડી ફિલ્મ હતી, જેને જોઈને આજે પણ હસવું રોકવું મુશ્કેલ છે.  હવે જોવુ એ રહ્યું કે નો એન્ટ્રીમાં એન્ટ્રી ચાહકોને કેટલા ખુશ કરી શકે છે.