Cricket/ વિરાટ કોહલી બન્યો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર વિશ્વનો બીજો બેટ્સમેન

વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં સદી ફટકારતા જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં સદી ફટકારતાની સાથે જ…

Trending Sports
Virat Kohli International

Virat Kohli International: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં 91 બોલમાં 113 રન બનાવ્યા હતા, જેમાં 11 ફોર અને 2 સિક્સ સામેલ હતી. વિરાટ કોહલીએ 3 વર્ષ બાદ ODI ક્રિકેટમાં સદી ફટકારી છે. આ સાથે વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં સદી ફટકારતા જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં સદી ફટકારતાની સાથે જ વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 72 સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ સાથે વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 71 સદી ફટકારવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે. કોહલી હવે ટેસ્ટ, ODI અને T20 ઈન્ટરનેશનલમાં કુલ 72 સદી ધરાવે છે અને હવે તેણે આ મામલે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે.

વિરાટ કોહલી હવે રિકી પોન્ટિંગને પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી

સચિન તેંડુલકર (ભારત) – 100 સદી

વિરાટ કોહલી (ભારત) – 72 સદી

રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 71 સદી

કુમાર સંગાકારા (શ્રીલંકા) – 63 સદી

જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) – 62 સદી

હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) – 55 સદી

આ પણ વાંચો: Bollywood/સલમાન ખાન 24 વર્ષ નાની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ, 2 હોમ પ્રોડક્શન ફિલ્મોમાં કરી સાઈન!