અમદાવાદ/ સિવિલ હોસ્પિ.માં રાજીનામાનો દોર, મોટા તબીબોના એકસાથે રાજીનામા પડતા હડકંપ

ડૉ.જે.વી.મોદીએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ અનેક રાજીનામા પડ્યા છે. બી.જે મેડિકલના ડીન ડૉ.પ્રણવ શાહએ પણ રાજીનામું આપ્યું છે. તો મેડિસન યુનિટના હેડ ડૉ.બિપીન અમીન એ પણ રાજીનામું આપ્યું છે.

Ahmedabad Gujarat Trending
મોટા તબીબોના રાજીનામા

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં ઘેરાયેલી રહી છે. હવે એક પછી એક મોટા તબીબોના રાજીનામા ને લઇ હડકંપ મચ્યો છે. ડૉ.જે.વી.મોદીએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ અનેક રાજીનામા પડ્યા છે. બી.જે મેડિકલના ડીન ડૉ.પ્રણવ શાહએ પણ રાજીનામું આપ્યું છે. તો મેડિસન યુનિટના હેડ ડૉ.બિપીન અમીન એ પણ રાજીનામું આપ્યું છે. તો સાથે એનેસ્થેસિયા હેડ ડૉ.શૈલેષ શાહએ અન રાજીનામું ધર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોટા હેલ્થ અધિકારીના ત્રાસથી રાજીનામા મુક્યાની ચર્ચા હાલ તો ચાલી રહી છે.

સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના વડા ડોક્ટર શૈલેષ શાહને રિટાયર્ડ થવામાં માત્ર એક જ વર્ષ બાકી હતું. જયારે મેડિસન યુનિટના હેડ ડોક્ટર બિપીન અમીનને રિટાયર્ડ થવાના માત્ર બે જ વર્ષ બાકી રહેલા છે. બી.જે મેડિકલના ડીન ડૉ.પ્રણવ શાહએ રાજીનામું આપ્યાં બાદ કહ્યું  હતું કે, ‘હું કૌટુંબિક અને અંગત કારણોસર રાજીનામું આપી રહ્યો છુ.’

જો કે સરકાર દ્વારા ત્રણ ડોકટરના રાજીનામાં મંજુર કરવામાં આવ્યા છે. જેમાં ચાર તબીબો પૈકી બી. જે. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર પ્રણય શાહ અને મેડીસિન વિભાગના વડા ડોક્ટર બિપીન અમીન અને ડૉ.જે.વી.મોદીનું રાજીનામું મંજૂર કરાયું છે. સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડૉ.રાકેશ જોષીના નામ પર સરકાર દ્વારા હાલ તો મહોર મારવામાં આવી છે. ડૉ.જે.વી.મોદીના રાજીનામા બાદ ડો. રાકેશ જોશી નવા સુપ્રિટેન્ડેન્ટ  બન્યા છે.

સળગતા સવાલ

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કયો ખેલ ખેલાઇ રહ્યો છે ?
  • કયા કારણોસર રાજીનામા આપવા મજબૂર બન્યા મોટા તબીબો ?
  • શું આરોગ્ય અધિકારીઓના દબાણથી ત્રસ્ત થઇ રાજીનામા ?
  • શું મોટા તબીબો પર કોઇ રાજકીય દબાણ છે ?
  • સિવિલમાં સુપ્રિટેન્ડેન્ટ બાદ અન્ય મોટા ત્રણ તબીબોએ આપેલા રાજીનામા બાદ હડકંપ
  • સિવિલમાં સુપ્રિટેન્ડેન્ટ બાદ અન્ય મોટા ત્રણ તબીબોએ આપેલા રાજીનામા બાદ હડકંપ

 

રાજકીય વિશ્લેષણ / નીતિશકુમાર વધુ એક ‘ખેલ’ પાડવાની તૈયારીમાં !!

વિશ્લેષણ / દેશના મોટાં રાજ્ય યુપીમાં આઠ પક્ષોએ કર્યું છે શાસન

અવસાન / વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાનાં પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું નિધન

શાળાઓ /  આજ થી રાજય માં ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરુ કરાયા

મહામારીનો ડર / કોરોનાના એક નવા મ્યૂ વેરિઅન્ટે દીધી દસ્તક ! WHO એ કહ્યું- કોલંબિયાંમાં મળેલો આ વેરિઅન્ટ છે સૌથી ખતરનાક