Valentine week/ વેલેન્ટાઈન વીકની થઈ ગઈ છે શરૂઆત, ગીફ્ટ આપવાની મૂંઝવણ છે તો જરૂર આ તમારા માટે છે

વેલેન્ટાઈન વીકના બીજા દિવસે પ્રપોઝ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ પોતાની રીતે પોતાની પસંદગીનો પ્રસ્તાવ મૂકે છે, એટલે કે આ દિવસે લોકો પોતાના પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત કરે છે.

Top Stories Trending Lifestyle
YouTube Thumbnail 2024 02 08T155723.535 વેલેન્ટાઈન વીકની થઈ ગઈ છે શરૂઆત, ગીફ્ટ આપવાની મૂંઝવણ છે તો જરૂર આ તમારા માટે છે

ફેબ્રુઆરી મહિનાની 14 તારીખે દર વર્ષે ‘વેલેન્ટાઈન ડે’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પોતાને પસંદગીની વ્યક્તિને પ્રેમી કે પ્રેમિકા પોતાની લાગણીની અભિવ્યક્તિ કરે છે. દરવર્ષે 14 ફેબ્રુઆરીના દિવસે સમગ્ર દુનિયામાં ‘વેલેન્ટાઈન ડે’ દિવસની લોકો બહુ સુંદર રીતે ઉજવણી કરતા હોય છે. આ દિવસ પ્રેમીઓ માટે ખાસ માનવામાં આવે છે. ખાસ કરીને કોલેજ ગોઈંગ યુવાનો વિશેષ રીતે ‘વેલેન્ટાઈન ડે’ ની ઉજવણી કરે છે. ધીમે-ધીમે તેમાં ચોકલેટ અને પ્રપોઝ ડે જેવા દિવસો ઉમેરાતા ગયા અને છેલ્લા કેટલાક સમયથી યુવાનો ‘વેલેન્ટાઈન વીક’ની ઉજવણી કરવા લાગ્યાછે.

Happy Propose day 2019 know romantic ideas to express your feelings to someone special valentine week valentines day

વેલેન્ટાઈન વીકના બીજા દિવસે પ્રપોઝ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ પોતાની રીતે પોતાની પસંદગીનો પ્રસ્તાવ મૂકે છે, એટલે કે આ દિવસે લોકો પોતાના પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત કરે છે. જો કે પ્રપોઝ ડેના દિવસે ઘણા લોકોને સફળતા મળે છે જ્યારે કેટલાક લોકોને માત્ર નિરાશા જ મળે છે. તમે જ્યારે પોતાના મનપસંદ વ્યક્તિને પ્રપોઝ કરતા પહેલા ચોક્કસ જાણી લો કે તેને કઈ વસ્તુ પસંદ છે. કેમકે પ્રપોઝ ડેના દિવસે ગિફ્ટ આપી પ્રપોઝ કરશો તો સારા જવાબની આશા વધુ રહે છે. જો કે કેટલીક વખત એવું પણ બની શકે છે કે તમે આપેલી ભેટ વ્યક્તિને પસંદ ન આવી હોય. જેના કારણે એક સમયે તે વ્યક્તિ તમને પસંદ કરતી હોવા છતાં તમારી સારી ગીફ્ટ આપવાની સૂઝના અભાવે તમને ના પણ કહી શકે છે.  કેટલાક લોકો ભેટની વસ્તુ કેવી રીતે પસંદ કરવી તે અંગે મૂંઝવણમાં રહે છે. જો તમને પણ ગિફ્ટ આઈટમ પસંદ કરવામાં મુશ્કેલી આવી રહી છે, તો તમે મોટાભાગે ટ્રેન્ડી ગિફ્ટ આઈટમ પસંદ કરી શકો છો. આ માટે તમારા દોસ્તની મદદ લઈ શકો છો અથવા તો ગૂગલ પર સર્ચ કરી શકો છો કઈ ગિફ્ટ વધુ યોગ્ય રહેશે.

Almoda Creations New Year Gift Item, Greeting Card, Ferrero Rocher Chocolate Box with Gift Wrap and Customize Message Option (New Year Gift Combo) : Amazon.in: Grocery & Gourmet Foods

માત્ર છોકરાઓ જ નહીં છોકરીઓને પણ ભેટની વસ્તુઓ પસંદ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છોકરીઓને ગિફ્ટ કરવા માટે બજારમાં ઘણી વસ્તુઓ મળે છે, પરંતુ જ્યારે છોકરાઓની વાત આવે છે, તો ઘણી છોકરીઓ સમજી શકતી નથી કે તેમના પાર્ટનરને શું ગમશે. આ મૂંઝવણને કારણે, ઘણી વખત ખાસ દિવસ નજીક આવે છે અને તમે કોઈ ભેટ ખરીદી શકતા નથી. જો તમે તમારા પાર્ટનરને ઓછા સમયમાં ફેન્સી અને ટ્રેન્ડી ગિફ્ટ આઈટમ આપવા ઈચ્છો છો, અમે તમને જરૂરથી મદદ કરીશું.

Beginners guide to 14 2 વેલેન્ટાઈન વીકની થઈ ગઈ છે શરૂઆત, ગીફ્ટ આપવાની મૂંઝવણ છે તો જરૂર આ તમારા માટે છે

છોકરીઓને ફેન્સી એક્સેસરીઝ ગમે છે. બ્રેસલેટ એક એવી ગિફ્ટ આઇટમ છે જે દરેક છોકરીને ચોક્કસ ગમતી હોય છે. જો તમે પ્રપોઝલ ડે માટે ગિફ્ટ શોધી રહ્યા છો તો તમે આને વિકલ્પ તરીકે રાખી શકો છો. વેલેન્ટાઈનના કારણે તમને બજારમાં કપલ બ્રેસલેટ પણ મળશે. તે નવા યુગના યુગલોમાં ખૂબ લોકપ્રિય છે.

Beginners guide to 15 2 વેલેન્ટાઈન વીકની થઈ ગઈ છે શરૂઆત, ગીફ્ટ આપવાની મૂંઝવણ છે તો જરૂર આ તમારા માટે છે

પ્રપોઝલના દિવસે તમે તમારા પાર્ટનરને કસ્ટમાઇઝ ગિફ્ટ પણ આપી શકો છો. આજકાલ આવી ગિફ્ટ્સનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. તેનું કારણ એ છે કે તેમની કિંમત ઓછી છે અને કપલ્સ તેમાં પોતાની યાદોને સાચવી શકે છે. તમને માર્કેટમાં કસ્ટમાઈઝ્ડ ગિફ્ટ્સમાં ઘણા વિકલ્પો મળશે જેમાં ટી-શર્ટ, કુશન, બેડશીટ, પેન, ડાયરીનો સમાવેશ થાય છે.

Swastik Customize Gift Shop in Vrindavan HO,Vrindavan - Best Gift Shops in Vrindavan - Justdial

જો તમે તમારો પ્રેમ વ્યક્ત કરવા જઈ રહ્યા છો તો કપલ રીંગથી સારી કોઈ ભેટ હોઈ શકે નહીં. છોકરીઓને વીંટી પહેરવાનો શોખ હોય છે. જો કે અત્યારની મોટાભાગની છોકરીઓને ટેડી બેર સૌથી વધુ પ્રિય છે. માત્ર પ્રપોઝલ ડે પર જ નહીં પરંતુ કોઈ પણ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે તમે તમારા પાર્ટનરને રિંગ અથવા ટેડી બેર ગિફ્ટ કરી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :કાશ્મીર/જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત

આ પણ વાંચો :જાહેરાત/ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ