ICC Test Ranking/ T20 વર્લ્ડકપમાં બહાર રહેલા અશ્વિને બોલરો અને ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં મેળવ્યું બીજુ સ્થાન

ન્યૂઝીલેન્ડ સામે ઓલરાઉન્ડર પ્રદર્શન કરનાર અશ્વિનને ICC ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ઘણો ફાયદો કર્યો છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવીનતમ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં તે બીજા સ્થાને પહોંચી ગયો છે.

Sports
આર.અશ્વિન અને ટેસ્ટ રેન્કિંગ

ન્યૂઝીલેન્ડ સામે ઓલરાઉન્ડર પ્રદર્શન કરનાર અશ્વિનને ICC ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ઘણો ફાયદો કર્યો છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવીનતમ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં તે બીજા સ્થાને પહોંચી ગયો છે. અશ્વિન બોલરોની રેન્કિંગમાં પણ બીજા સ્થાને પહોંચી ગયો છે. તેનાથી આગળ ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ છે, જેણે એશિઝ ટેસ્ટની પ્રથમ મેચમાં પાંચ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો – Ashes series / પ્રથમ ટેસ્ટમાં England નો ધબડકો, 147 રન પર ટીમ ઓલ આઉટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તાજેતરમાં પૂર્ણ થયેલી બે મેચની ટેસ્ટ સીરીઝ પછી, ICC એ બેટ્સમેન, બોલરો અને ઓલરાઉન્ડરોની નવીનતમ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. બેટ્સમેન અને બોલરોની રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓની રેન્કિંગ પર બહુ અસર થઈ નથી, પરંતુ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં આર અશ્વિનને બીજું સ્થાન મળ્યું છે, જ્યારે રવિન્દ્ર જાડેજાને બે સ્થાનનું નુકસાન થયું છે. જાડેજા ઈજાનાં કારણે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો. તાજેતરની બેટ્સમેનોની રેન્કિંગમાં રોહિત શર્મા પાંચમાં સ્થાને અને કેપ્ટન વિરાટ કોહલી છઠ્ઠા સ્થાને યથાવત છે. આ બે સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન ટોપ-10 બેટ્સમેનોમાં સામેલ નથી. જો રૂટ નંબર 1, સ્ટીવ સ્મિથ નંબર 2 અને કેન વિલિયમસન નંબર 3 ટેસ્ટ બેટ્સમેન છે. માર્નસ લાબુશેન ચોથા નંબર પર યથાવત છે. બોલરોની વાત કરીએ તો આર અશ્વિન અને જસપ્રિત બુમરાહ ટોપ-10માં યથાવત છે. અશ્વિન બીજા નંબરે જ્યારે બુમરાહ 10માં નંબર પર છે. પેટ કમિન્સ હજુ પણ નંબર 1 ટેસ્ટ બોલર છે. ઓસ્ટ્રેલિયાનાં જોશ હેઝલવુડે એક સ્થાન મેળવ્યું છે અને તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ટિમ સાઉથી એક સ્થાન સરકીને નંબર-4 પર આવી ગયો છે.

આર.અશ્વિન અને ટેસ્ટ રેન્કિંગ

આ પણ વાંચો – Ashes series / મિચેલ સ્ટાર્કે 85 વર્ષમાં જે કોઇ ન કરી શક્યું તે કરી બતાવ્યું, Video

પાકિસ્તાનનો શાહીન શાહ આફ્રિદી પાંચમાં નંબર પર યથાવત છે, નીલ વેગનર ભારત સામેની બે મેચની ટેસ્ટ સીરીઝમાં રમવાની તક ન મળી જેના કારણે તે એક સ્થાન નીચે સાતમાં ક્રમે આવી ગયો છે. બીજી તરફ સાઉથ આફ્રિકાનાં ફાસ્ટ બોલર કાગીસો રબાડાને એક સ્થાનનો ફાયદો થયો છે અને હવે તે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. જેમ્સ એન્ડરસન નંબર-8 અને કાયલ જેમ્સન નંબર 9 બોલર છે. ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં અશ્વિને એક સ્થાન મેળવ્યું છે, જ્યારે ક્રિકેટમાં વાપસી કરી રહેલા બેન સ્ટોક્સે પણ ત્રીજા નંબર પર પહોંચવા માટે એક સ્થાન મેળવ્યું છે.