Not Set/ ICC રેન્કિંગ : વન-ડે ક્રિકેટમાં કેપ્ટન કોહલી અને બુમરાહની બાદશાહત કાયમ, પ્રાપ્ત કર્યું ટોચનું સ્થાન

દુબઈ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મંગળવારે વન-ડે ક્રિકેટનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય ખેલાડીઓની બાદશાહત કાયમ જોવા મળી રહી છે. ICC દ્વારા જાહેર કરાયેલા રેન્કિંગમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી તેમજ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અનુક્રમે બેટિંગ અને બોલિંગમાં પોતાનું અવ્વલ સ્થાન જાળવી રાખ્યું છે. વિરાટ કોહલી ૮૯૯ પોઈન્ટ્સ સાથે બેટિંગક્રમમાં ટોચનું […]

Trending Sports
team india 1477369289 ICC રેન્કિંગ : વન-ડે ક્રિકેટમાં કેપ્ટન કોહલી અને બુમરાહની બાદશાહત કાયમ, પ્રાપ્ત કર્યું ટોચનું સ્થાન

દુબઈ,

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મંગળવારે વન-ડે ક્રિકેટનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય ખેલાડીઓની બાદશાહત કાયમ જોવા મળી રહી છે.

ICC દ્વારા જાહેર કરાયેલા રેન્કિંગમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી તેમજ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અનુક્રમે બેટિંગ અને બોલિંગમાં પોતાનું અવ્વલ સ્થાન જાળવી રાખ્યું છે.

Bumrah1 ICC રેન્કિંગ : વન-ડે ક્રિકેટમાં કેપ્ટન કોહલી અને બુમરાહની બાદશાહત કાયમ, પ્રાપ્ત કર્યું ટોચનું સ્થાન
sports-icc-odi-ranking-virat-kohli-bumrah-continues-remain-top

વિરાટ કોહલી ૮૯૯ પોઈન્ટ્સ સાથે બેટિંગક્રમમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે, જયારે ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ બીજા સ્થાન પર યથાવત છે.

આ ઉપરાંત ટોપ-૧૦ની યાદીમાં સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવન પ શામેલ છે. ધવને વન-ડે રેન્કિંગમાં આઠમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જયારે પૂર્વ કેપ્ટન એમ એસ ધોની ૨૦માં સ્થાને યથાવત છે.

બીજી બાજુ બોલરોની યાદીમાં જસપ્રીત બુમરાહ ૮૪૧ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન પર યથાવત છે. આ ઉપરાંત કુલદીપ યાદવ અને યુજ્વેન્દ્ર ચહલને પણ ટોપ-૧૦માં સ્થાન મળ્યું છે.

કુલદીપ યાદવ ત્રીજા સ્થાન પર જયારે યુજ્વેન્દ્ર ચહલ ત્રણ સ્થાનના ફાયદા સાથે પાંચમા ક્રમ પર પહોચ્યો છે.

ટોપનની વન-ડે ટીમની વાત કરવામાં આવે તો, ઈંગ્લેંડ ૧૨૬ પોઈન્ટ સાથે પ્રથમ અને ઈંગ્લેંડ ૧૨૧ પોઈન્ટ સાથે બીજા ક્રમ પર છે.