Not Set/ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, CCTVમાં કેદ થયા હચમચાવી નાખે તેવા દ્રશ્યો

અમેરિકામાં છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. જેના કારણે ચકચાર મચી જવા પામી છે. જેમાં ત્રણેય વ્યકિત મહેસાણા જિલ્લાના વતની છે. મહેસાણા જિલ્લાના વડુ ગામના ઇશ્ર્વરભાઇ અંબાલાલ પટેલના પુત્રવધુ અમેરિકાના જોર્જિયા,મેકન ખાતે રહેતા હતા. તેઓ સ્ટોર બંધ કરી ગાડીમાં બેસી ઘરે જતા હતા ત્યારે કોઇકે ગોળી મારતાં તેઓનું અવસાન થયું હતું. જયારે […]

Gujarat World Trending Videos
mantavya 1 95 અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, CCTVમાં કેદ થયા હચમચાવી નાખે તેવા દ્રશ્યો

અમેરિકામાં છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. જેના કારણે ચકચાર મચી જવા પામી છે. જેમાં ત્રણેય વ્યકિત મહેસાણા જિલ્લાના વતની છે. મહેસાણા જિલ્લાના વડુ ગામના ઇશ્ર્વરભાઇ અંબાલાલ પટેલના પુત્રવધુ અમેરિકાના જોર્જિયા,મેકન ખાતે રહેતા હતા. તેઓ સ્ટોર બંધ કરી ગાડીમાં બેસી ઘરે જતા હતા ત્યારે કોઇકે ગોળી મારતાં તેઓનું અવસાન થયું હતું.

જયારે આ દંપતી સ્ટોર બંધ કરીને જઈ રહ્યા હતા, તે સમયે એક શંકાસ્પદ વ્યક્તિ સ્ટોરની બહારથી પસાર થતો સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે અને જેવું ગુજરાતી દંપતી કારમાં બેસવા જાય છે કે તરત જ તે શખ્સ દોડીને કાર પાસે આવી જાય છે. અચાનક શખ્સને કાર તરત દોડતાં શખ્સને જોતા તરત જ કારને દોડાવવાની કોશિશ કરે છે. પરંતુ આ  શંકાસ્પદ વ્યક્તિ પોતાની પાસે રહેલી પિસ્તોલને કાઢીને ફાયરીંગ કરી દે છે. આ ફાયરીંગમાં વડુ ગામના ઇશ્ર્વરભાઇ અંબાલાલ પટેલના પુત્રવધુને ડાભા ખભે ગોળી વાગે છે જેના કારણે તેઓનું અવસાન થયું હતું.