બિલાસપુર,
હિમાચલ પ્રદેશમાં બિલાસપુર જીલ્લામાં અકસ્માતનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક ખાનગી બસ પલટી જતા ૨૨ લોકો ઘાયલ થયા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના બસનું ટાયર ખુલી જવાને લીધે બની છે. ઘાયલ થયેલા લોકોને તત્કાલમાં નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
આ ખાનગી બસમાં સ્કુલના બાળકો સહિત ૩૦ મુસાફરો સવાર હતા. આ બસ બિલાસપુર તરફ જઈ રહી હતી તે દરમ્યાન અચાનક વ્હીલ નીકળી જતા આ ઘટના બની હતી. આ ઘટના આનંદ ઘાટ નજીક બની હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.