Cricket/ આ બે ખેલાડીઓ IPL ની આગામી સીઝનમાં નહી હોય સનરાઇઝર્સ હૈદરાબાદનો હિસ્સો

ઓસ્ટ્રેલિયાનાં સ્ટાર ડેવિડ વોર્નર અને ઈંગ્લેન્ડનાં જોની બેરસ્ટોએ IPL 2022ની રીટેન્શન ડેડલાઈન પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ અને તેમના ચાહકોને અલવિદા કહી દીધું છે.

Sports
ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો

T20 વર્લ્ડકપમાં તોફાની બેટિંગ અને શાનદાર પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયન ટીમને ચેમ્પિયન બનાવનાર ડેવિડ વોર્નર IPL ની આગામી સીઝન એટલે કે IPL 2022 માં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ નહી હોય.

આ પણ વાંચો – Cricket / બાંગ્લાદેશ પર જીત મેળવી પાકિસ્તાન નિકળ્યું ભારતથી આગળ, શ્રીલંકા આજે પણ ટોપ પર

ઓસ્ટ્રેલિયાનાં સ્ટાર ડેવિડ વોર્નર અને ઈંગ્લેન્ડનાં જોની બેરસ્ટોએ IPL 2022ની રીટેન્શન ડેડલાઈન પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ અને તેમના ચાહકોને અલવિદા કહી દીધું છે. ભૂતપૂર્વ ચેમ્પિયન ટીમે મંગળવારે ટીમની એક તસવીર શેર કરી હતી. ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આ ફોટો પર કોમેન્ટ કરી હતી. આના પરથી સ્પષ્ટ થયું કે આ બન્નેનાં નામ રીટેન્શનમાં નથી. તેમને મુક્ત કરવામાં આવ્યા છે. વોર્નરે તેની કોમેન્ટમાં લખ્યું છે કે, વર્ષોનાં ઉતાર-ચઢાવમાં તમારા સમર્થન માટે તમારા બધાનો આભાર, મારો પરિવાર અને હું તમે અમને અને ટીમ પ્રત્યે જે પ્રેમ અને જુસ્સો દર્શાવ્યો છે તેના પર પૂરતો ભાર આપી શક્યા નથી. કેન્ડિસ અને હું બધા ચાહકોને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સનરાઇઝર્સ હૈદરાબાદનાં આ ફોટો નીચે જોની બેરસ્ટોએ પણ પોતાની કોમેન્ટ કરી હતી. તેણે લખ્યું કે, તમારા બધાનાં સમર્થન માટે આભાર! આશા છે કે ભવિષ્યમાં કોઈક સમયે અમારા રસ્તાઓ ફરી ક્રોસ થશે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – OMG! / આ ક્રિકેટર્સ જે લગ્ન પહેલા બન્યા પિતા, યાદીમાં બે ભારતીય ખેલાડીઓ પણ સામેલ

નોંધનીય છે કે ડેવિડ વોર્નરને પણ લગભગ ખબર હતી કે આ વખતે તેને હૈદરાબાદની ટીમમાંથી બહાર કરવામાં આવશે. તેણે પહેલાથી જ કેટલાક સંકેતો આપ્યા હતા. ટીમમાંથી બહાર થયા બાદ હવે બન્ને ખેલાડીઓ હરાજીમાં આવશે. ડેવિડ વોર્નર માટે કઈ ટીમ મોટી બોલી લગાવે છે તે જોવાનું રહેશે. ડેવિડ વોર્નરે તાજેતરમાં UAE માં યોજાયેલા T20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેને પોતાની સાથે સામેલ કરવા માટે ઘણી ટીમો કતારમાં હશે. જોની બેયરસ્ટો તેની આક્રમક રમત માટે પણ જાણીતો છે. તે સફેદ બોલની ક્રિકેટમાં અંગ્રેજી ટીમ માટે મહત્વનો બેટ્સમેન છે. આવી સ્થિતિમાં ટીમોની નજર તેમના પર પણ રહેશે.