Not Set/ બેંગલુરુના ૨૨ વર્ષના વિધાર્થીને ગુગલ કંપનીએ આપી ૧.૨ કરોડ રૂપિયાની જોબ ઓફર

બેંગલુરુ, દેશમાં IT (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) હબ તરીકે ઓળખાતા બેંગલુરુના ૨૨ વર્ષના વિધાર્થી આદિત્ય પાલીવાલને ૧.૨ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. સર્ચ એન્જીન ગુગલ દ્વારા MTechમાં અભ્યાસ કરતા આ પોતાના આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ રિસર્ચ વીંગ ન્યુયોર્કમાં કામ કરવા માટે પસંદ કરાયો છે. આદિત્ય પાલીવાલ બેંગલુરુના ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. ગુગલમાં પસંદગી થયા […]

India Trending
google બેંગલુરુના ૨૨ વર્ષના વિધાર્થીને ગુગલ કંપનીએ આપી ૧.૨ કરોડ રૂપિયાની જોબ ઓફર

બેંગલુરુ,

દેશમાં IT (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) હબ તરીકે ઓળખાતા બેંગલુરુના ૨૨ વર્ષના વિધાર્થી આદિત્ય પાલીવાલને ૧.૨ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. સર્ચ એન્જીન ગુગલ દ્વારા MTechમાં અભ્યાસ કરતા આ પોતાના આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ રિસર્ચ વીંગ ન્યુયોર્કમાં કામ કરવા માટે પસંદ કરાયો છે.

આદિત્ય પાલીવાલ બેંગલુરુના ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. ગુગલમાં પસંદગી થયા બાદ તે આગામી ૧૬ જુલાઈથી કંપની જોઈન કરશે.

આ જોબ માટે ગુગલ કંપનીએ પોતાના આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ રીસર્ચ માટે એક ટેસ્ટનું આયોજન કર્યું હતું, જેમાં ૬૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. આ ૬૦ વિધાથીઓમાંથી ૫૦ ની પસંદગી થઇ હતી અને આ ૫૦ વિદ્યાથીઓમાં એક આદિત્ય છે.

આ સિવાય આદિત્યએ ૨૦૧૭-૧૮ માંલેવાયેલી ACM ઇન્ટર નેશનલ કોલિજિયેટ પ્રોગ્રામિંગ કોન્ટેસ્ટ (ICPC) ના ફાઈનલિસ્ટમાનો એક છે. આ પરીક્ષા કમ્પ્યુટર ભાષાના કોડીંગ ના જાણકારો માટે ઘણી પ્રતિષ્ઠિત માનવામાં આવે છે.

ગુગલમાં નોકરી મેળવનાર આદિત્ય મુંબઈના રહેવાસી છે અને તેને પ્રોગ્રામિંગ સિવાય ડ્રાઈવિંગ, ફૂટબોલ અને ક્રિકેટમાં રસ છે. હાલ આદિત્ય ગુગલ રેજીડેન્સી પ્રોગ્રામ સાથે એક વર્ષ સુધી કામ કરશે, ત્યાર બાદ તેણે ગુગલ સાથે ફુલ ટાઇમ કામ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.