Not Set/ ફરીદાબાદ: ડીસીપી વિક્રમ કપૂરની આત્મહત્યા, સર્વિસ રિવોલ્વરથી પોતાને મારી ગોળી

બુધવારે વહેલી સવારે ફરિદાબાદની એનઆઈટમાં ખળભળાટ મચી ગયો હતો જ્યારે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) વિક્રમજિતસિંહે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે. તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી હતી. જોકે, આત્મહત્યાનું કારણ હજી જાણી શકાયું નથી. પોલીસે સ્થળ ઉપર હાજર રહી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પોલીસે […]

Top Stories India

બુધવારે વહેલી સવારે ફરિદાબાદની એનઆઈટમાં ખળભળાટ મચી ગયો હતો જ્યારે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) વિક્રમજિતસિંહે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે. તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી હતી. જોકે, આત્મહત્યાનું કારણ હજી જાણી શકાયું નથી. પોલીસે સ્થળ ઉપર હાજર રહી તપાસ હાથ ધરી છે.

vikram3 ફરીદાબાદ: ડીસીપી વિક્રમ કપૂરની આત્મહત્યા, સર્વિસ રિવોલ્વરથી પોતાને મારી ગોળી

મળતી માહિતી મુજબ પોલીસે લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ચર્ચાઇ રહ્યું છે કે, બુધવારે સવારે લગભગ 5.45 વાગ્યે આ ઘટના બની હતી. ડીસીપી કપૂરે તેમના મોંમાં રિવોલ્વર મૂકીને પોતાને ગોળી મારી હતી, જે ખોપરીમાંથી બહાર આવી હતી.

ડીસીપીએ જ્યારે પોતાને ગોળી મારી હતી ત્યારે પત્ની બાથરૂમમાં હતી

ડીસીપી કપૂરે જ્યારે પોતાને ગોળી મારી હતી ત્યારે તેમની પત્ની બાથરૂમમાં હતી. ગોળીનો અવાજ સાંભળીને તેણી બહાર આવી, ત્યારે તેણે જોયું કે તેના પતિ લોહીથી લથબથ  ડ્રોઇંગ રૂમમાં સૂતેલા હતા. ત્યારબાદ તેણે પુત્ર અર્જુનને જગાડ્યો.

નોંધપાત્ર વાત એ છે કે ડીસીપી કપૂર એક વર્ષ પછી નિવૃત્ત થવાના હતા. માહિતી મળતા જ પોલીસ અને ફોરેન્સિક્ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. હજી સુધી આપઘાતનું કારણ જાણી શકાયું નથી. તેમજ કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.

vikram1 ફરીદાબાદ: ડીસીપી વિક્રમ કપૂરની આત્મહત્યા, સર્વિસ રિવોલ્વરથી પોતાને મારી ગોળી

વિક્રમ કપૂર મૂળ કરનાલના હતા. અને હરિયાણા પોલીસમાં ASI તરીકે જોડાયા હતા. અને ત્યથી પ્રમોશન મેળવીને  તે આઈપીએસ બન્યા હતા. અને છેલ્લા બે વર્ષથી ફરીદાબાદમાં પોસ્ટિંગ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.