Russia Ukraine wa/ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ 17મા દિવસે પણ ચાલુ, ભારે બોમ્બમારાથી અનેક શહેરો તબાહ થયા

યુક્રેન અને રશિયા વચ્ચે ત્રીજા સપ્તાહ સુધી ભીષણ યુદ્ધ ચાલુ છે. રશિયન સૈનિકો યુક્રેનના અલગ-અલગ શહેરો પર સતત બોમ્બ વરસાવી રહ્યા છે. બંને દેશો વચ્ચેનો લોહિયાળ સંઘર્ષ શનિવારે 17મા દિવસે પણ ચાલુ છે.

Top Stories World
ukrine

યુક્રેન અને રશિયા વચ્ચે ત્રીજા સપ્તાહ સુધી ભીષણ યુદ્ધ ચાલુ છે. રશિયન સૈનિકો યુક્રેનના અલગ-અલગ શહેરો પર સતત બોમ્બ વરસાવી રહ્યા છે. બંને દેશો વચ્ચેનો લોહિયાળ સંઘર્ષ શનિવારે 17મા દિવસે પણ ચાલુ છે. હુમલાને વધુ તીવ્ર બનાવીને રશિયા ઘણા શહેરો પર ઘાતક બોમ્બ ધડાકા કરી રહ્યું છે. રશિયાની સેના હવે દેશની રાજધાની કિવ તરફ ઝડપથી આગળ વધી રહી છે. યુક્રેનની સરકારે દાવો કર્યો છે કે શુક્રવારે પશ્ચિમી વિસ્તારોમાં એરપોર્ટ નજીક અનેક બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા છે. નિરીક્ષકો અને સેટેલાઇટ ઇમેજોએ સંકેત આપ્યો છે કે વ્લાદિમીર પુતિનના સૈનિકોનો કાફલો લાંબા સમયથી કિવની બહાર અટકી ગયો હતો. રાજધાની કિવ તરફ આગળ વધી રહેલા 64 કિલોમીટર લાંબા રશિયન કાફલાના મોટાભાગના વાહનો ફાયરિંગ મોરચે ઉભેલા જોવા મળે છે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, દાંડીમાર્ચ સાયકલ યાત્રામાં આપી હાજરી

મારીયુપોલ સહિત અનેક શહેરોમાં તબાહી

યુક્રેનના ડીનીપ્રોમાં રશિયન હવાઈ હુમલા પછી એક નાના બાળકની શાળા અને રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આ હુમલામાં એક વ્યક્તિનું દર્દનાક મોત થયું હતું. યુક્રેનના મારીયુપોલમાં એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. હુમલા બાદ હોસ્પિટલની ઇમારત સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ હતી. સર્વત્ર અરાજકતાનો માહોલ છે. મારીયુપોલમાં જ રશિયન હુમલા બાદ ઘણી જગ્યાએ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. યુદ્ધની વચ્ચે, મુશ્કેલીગ્રસ્ત દેશમાં સામાન્ય લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. લોકો ખાદ્યપદાર્થો માટે તલપાપડ છે. પીવાના પાણી માટે પણ લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

ભીષણ બોમ્બ ધડાકા વચ્ચે લોકોમાં ભયનો માહોલ છે. ત્યાંથી મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર ચાલુ છે. યુનાઈટેડ નેશન્સે દાવો કર્યો છે કે યુદ્ધના કારણે 25 લાખ લોકોને યુક્રેન છોડવાની ફરજ પડી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયા પર માર્યુપોલમાં સુરક્ષિત કોરિડોર પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. શુક્રવારે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રાસાયણિક હથિયારો બનાવવાના રશિયાના આરોપોનો જવાબ આપતા ઝેલેન્સકીએ કહ્યું કે અમે કોઈ રાસાયણિક શસ્ત્રો બનાવ્યા નથી અને જો રશિયા દ્વારા આવું કરવામાં આવશે તો તેમણે વધુ પ્રતિબંધો માટે તૈયાર રહેવું જોઈએ.

આ પણ વાંચો: YouTube એ રશિયન મીડિયા ચેનલો પર મૂક્યો પ્રતિબંધ, આ ચેનલો વિશ્વમાં ક્યાંય પણ જોઈ નહીં શકાશે

આ પણ વાંચો:સેનાએ ગાંદરબલ વિસ્તારમાં બે આતંકવાદીઓ ઠાર કર્યા, સર્ચ ઓપરેશન યથાવત