Not Set/ રાજસ્થાનમાં RSS કન્વીનરની હત્યા બાદ ચિત્તોડગઢમાં તણાવ,શહેરમાં144 લાગુ

હિન્દુ સંગઠનોના વિરોધને જોતા પોલીસે બે લોકોની અટકાયત કરી છે. ઘટના બાદ પોલીસ સતર્ક થઈ ગઈ હતી. આ પછી શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

Top Stories India
5 રાજસ્થાનમાં RSS કન્વીનરની હત્યા બાદ ચિત્તોડગઢમાં તણાવ,શહેરમાં144 લાગુ

રાજસ્થાનના ચિત્તોડગઢમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કન્વીનરની હત્યા બાદ તણાવ પ્રવર્તી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે પરસ્પર ઝઘડા બાદ અન્ય સમુદાયના ત્રણ-ચાર યુવકોએ તેમના પર હુમલો કર્યો હતો,ત્યારબાદ રતન સોનીનું અવસાન થયું હતું. જેના લીધે હિન્દુ પક્ષના હજારો લોકોએ શહેરના મુખ્ય ચોક પર આખી રાત પ્રદર્શન કર્યું અને આરોપીઓની ધરપકડની માંગ કરી હતી.

આ ઘટના કચ્છી બસ્તી વિસ્તારમાં ઘટી હતી . અહીં કેટલાક યુવકોએ પરસ્પર ઝઘડાને લઈને રત્ન સોની પર હુમલો કર્યો હતો. જેમાં રતન સોનીને ઈજા થઈ હતી. આ પછી ઉદયપુર હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેમનું મોત થયું હતું. રતન સોનીના મૃત્યુના સમાચાર સાંભળતા જ હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. આ પછી શહેરના સુભાષ સ્ક્વેર ખાતે હજારો લોકોએ આરોપીઓની ધરપકડની માંગ સાથે આખી રાત પ્રદર્શન કર્યું.

હિન્દુ સંગઠનોના વિરોધને જોતા પોલીસે બે લોકોની અટકાયત કરી છે. ઘટના બાદ પોલીસ સતર્ક થઈ ગઈ હતી. આ પછી શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.એકઠા થયેલા લોકોએ આરોપીઓની ધરપકડની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો અને કલેક્ટર ચોકડીથી કોતવાલી પોલીસ સ્ટેશન સુધીનો રસ્તો બ્લોક કરી દીધો હતો. જોકે, પોલીસની સમજાવટ બાદ જ મામલો થાળે પડ્યો હતો. શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસે આરોપીઓની પણ શોધખોળ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે માથામાં ઈજાના કારણે રતન સોનીનું મોત થયું છે.