Funds For Parties/ ભાજપને દાન પેટે આટલા કરોડ મળ્યા,કોંગ્રેસને મળેલી રકમથી તમે ચોંકી જશો,જાણો

ભારતીય જનતા પાર્ટીને નાણાકીય વર્ષ 2020-21માં  477 કરોડ દાન પેટે મળ્યા છે.જ્યારે કોંગ્રેસને માત્ર 74 કરોડ જ દાન પેટે મળ્યા છે. કોંગ્રેસને મળેલું દાન ભાજપના દાનના માત્ર 15 ટકા જ છે.

Top Stories India
6 ભાજપને દાન પેટે આટલા કરોડ મળ્યા,કોંગ્રેસને મળેલી રકમથી તમે ચોંકી જશો,જાણો

 ભારતીય જનતા પાર્ટીને નાણાકીય વર્ષ 2020-21માં  477 કરોડ દાન પેટે મળ્યા છે.જ્યારે કોંગ્રેસને માત્ર 74 કરોડ જ દાન પેટે મળ્યા છે. કોંગ્રેસને મળેલું દાન ભાજપના દાનના માત્ર 15 ટકા જ છે. આ સાથે જ ભાજપને કોંગ્રેસ કરતા 6 ગણું વધુ દાન મળ્યું છે. જો આ રીતે જોવામાં આવે તો સત્તાધારી પક્ષ ભાજપ દેશની સૌથી ધનિક પાર્ટી રહી છે. ચૂંટણી પંચે મંગળવારે બંને પક્ષો દ્વારા મળેલા દાન અંગેનો ફંડ રિપોર્ટ જાહેર કર્યો હતો.

અહેવાલ મુજબ, ભાજપને વિવિધ સંસ્થાઓ, ચૂંટણી ટ્રસ્ટ અને વ્યક્તિઓ પાસેથી 4,77.54,50,077 રૂપિયા મળ્યા છે. આ વર્ષે માર્ચ મહિનામાં જ ભાજપે નાણાકીય વર્ષ 2020-21માં મળેલા દાનની વિગતો ચૂંટણી પંચને સુપરત કરી હતી. બીજી તરફ કોંગ્રેસે આ રકમ 74,50,49,731 રૂપિયા બતાવી છે.

દેશમાં સૈાથી ધનિક પાર્ટી હાલ ભાજપ છે, કોંગ્રેસને દાનમાં મળેવી રકમમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને દેશમાં તેમની ડામાડોળ સ્થિતિના લીધે તેમના દાનમાં પણ સીધી અસર જોવા મળે છે.