અલવર,
રાજસ્થાનના અલવરમાં પણ ગૌરક્ષકો દ્વારા કરવામાં આવેલી કથિત અકબર ખાનની હત્યાનો મામલો દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, ત્યારબાદ હવે આ વિસ્તારમાં લવ જેહાદની એક ઘટના સામે આવી છે તેને લઈ પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઈ છે.
હકીકતમાં, આ મામલો લવ જેહાદને લઈને છે, જેમાં આરોપ છે કે, એક સમુદાય હિંદુ છોકરીને ભગાડીને લઇ ગયા હતા જેમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વાતને લઈ જુગરાવર રુન્ધમાં હિંદુ મહાસભાની તરફથી એક મહાપંચાયત બોલાવાઈ હતી.
આ દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોએ પોલીસ પ્રશાસનને બોલાવીને વાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ન હતી. જો કે ત્યારબાદ સ્થાનિક લોકોએ રોડ પાર ચક્કાજામ કરી દીધો હતો.
આ ચક્કાજામ ખોલાવવા માટે પોલીસ પહોંચી ત્યારે ગામના લોકોએ પોલીસ પાર પથ્થરમારો કરી લીધો હતો અને ત્યારબાદ સ્થાનિક પ્રશાસન દ્વારા પણ લાઠીચાર્જ કર્યો હતો.
આ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્રકમાં આગ લગાવી દીધી હતી. જો કે અ પરિસ્થિતિ વધુ તનાવપૂર્ણ બનતા વધારે સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે તૈનાત કરાઈ છે.