Not Set/ મોહમ્મદ શમીના વીઝા અમેરિકાએ રદ કર્યા,પત્નિએ કરેલા કેસએ ઉભુ કર્યું અડચણ

મુંબઇ, ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમી પર થયેલાં ઘરેલુ હિંસાના કેસના કારણે તેમના યુએસ જવાના વિઝા કેન્સલ થયાં છે. જો કે ભારતના ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ આ બાબતે દખલ કરવી પડી અને પછી શમીને વિઝા મળ્યો. આપને જણાવીએ કે 3 ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં મોહમ્મદ શામીની પસંદગી કરવામાં આવી છે. ભારત આ પ્રવાસ પર […]

Top Stories Sports
aam 10 મોહમ્મદ શમીના વીઝા અમેરિકાએ રદ કર્યા,પત્નિએ કરેલા કેસએ ઉભુ કર્યું અડચણ

મુંબઇ,

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમી પર થયેલાં ઘરેલુ હિંસાના કેસના કારણે તેમના યુએસ જવાના વિઝા કેન્સલ થયાં છે. જો કે ભારતના ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ આ બાબતે દખલ કરવી પડી અને પછી શમીને વિઝા મળ્યો. આપને જણાવીએ કે 3 ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં મોહમ્મદ શામીની પસંદગી કરવામાં આવી છે.

ભારત આ પ્રવાસ પર ફ્લોરિડામાં યુ.એસ. માં પ્રથમ બે ટી -20 મેચ (3-4 ઓગસ્ટટે) માં રમવાની છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સ્ટાર બોલર મોહમ્મદ શમીને અમેરિકા જવા માટેના વીઝા રદ કરવામાં આવ્યા હતા.મોહમ્મદ શમીના પત્નિએ તેમની પર ઘરેલું હિંસા અને દહેજ માંગવાનો પોલિસ કેસ કર્યો છે.શમીના પત્નિના આ કેસના કારણે તેમને અમેરિકાના વીઝા નહોતા મળ્યા.

જો કે આ પછી બીસીસીઆઈ સીઈઓ રાહુલ જોહરી દ્વ્રારા અમેરિકી એમ્બેસી પત્ર લખ્યા બાદ તેમને વીઝા માટે ક્લીયરેન્સ મળી.રાહુલ  જોહરીએ લખેલાં પત્રમાં શામીની સિદ્ધીઓ અને તેમની પત્ની હસીન જહાં દ્વારા લગાવાયેલા ખોટા આરોપોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે શરૂઆતમાં યુ.એસ. દૂતાવાસે શમીની વિઝા અરજીને નકારી કાઢી હતી. તેમનો પોલીસ ચકાસણી રેકોર્ડ અધૂરો રહ્યો હતો. પરંતુ હવે આ મામલો ક્લીયર થઇ ગયો છે અને અમેરિકન દુતાવાસને તમામ જરૂરી દસ્તાવેજો સુપરત કરવામાં આવ્યા છે.

આ સ્રોત મુજબ એક વખત વિઝા અરજી રદ કરવામાં આવી, સીઇઓ રાહુલ જોહરીએ શામીની સિદ્ધિઓ અને કેટલાક વર્લ્ડ કપ રમતો જેવા ઉદાહરણો સાથે વિનંતી પત્ર લખ્યો. દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન