Birthday/ એક્ટ્રેસ ઉપરાંત ગાયિકા પણ છે શ્રદ્ધા કપૂર, આ પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફરને કરી રહી છે ડેટ

બોલિવૂડની સુંદર અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો જન્મ 3 માર્ચ 1987 ના રોજ મુંબઇમાં થયો હતો. તે બોલિવૂડના દિગ્ગજ અને પ્રખ્યાત અભિનેતા શક્તિ કપૂરની પુત્રી છે. શ્રદ્ધા કપૂરે તેની ફિલ્મી કરિયરમાં બોલિવૂડના ઘણા કલાકારો સાથે કામ કર્યું છે અને પોતાની ઓળખ પણ બનાવી છે. શ્રદ્ધા કપૂરના જન્મદિવસ પર, અમે તમને તેની સાથે સંબંધિત ખાસ બાબતો વિશે જણાવીએ. […]

Entertainment
sharddha એક્ટ્રેસ ઉપરાંત ગાયિકા પણ છે શ્રદ્ધા કપૂર, આ પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફરને કરી રહી છે ડેટ

બોલિવૂડની સુંદર અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો જન્મ 3 માર્ચ 1987 ના રોજ મુંબઇમાં થયો હતો. તે બોલિવૂડના દિગ્ગજ અને પ્રખ્યાત અભિનેતા શક્તિ કપૂરની પુત્રી છે. શ્રદ્ધા કપૂરે તેની ફિલ્મી કરિયરમાં બોલિવૂડના ઘણા કલાકારો સાથે કામ કર્યું છે અને પોતાની ઓળખ પણ બનાવી છે. શ્રદ્ધા કપૂરના જન્મદિવસ પર, અમે તમને તેની સાથે સંબંધિત ખાસ બાબતો વિશે જણાવીએ.

Shraddha Kapoor Wedding Street Dancer 3D Actress To Get Married To Rohan Shrestha Reaction

શ્રદ્ધા કપૂરે તેમનું શરુઆતી શિક્ષણ મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલથી લીધુ હતું. અભિનેતા ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર એક જ સ્કૂલમાં સાથે ભણ્યા હતા. બાળપણથી જ બંને મિત્રો છે. ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરે માત્ર ફિલ્મોમાં સાથે કામ કર્યું ન હતું, પરંતુ તે બંને એક જ સ્કૂલમાં ક્લાસમેટ પણ રહી ચૂક્યા છે. શ્રદ્ધા કપૂરે ગ્રેજ્યુએશન મેળવવા માટે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પણ પ્રવેશ મેળવ્યો, પરંતુ થોડા સમય પછી તેણે અભ્યાસ છોડવાનું અને અભિનેત્રી બનવાનું નક્કી કર્યું.

Shraddha Kapoor shares the secret hair pack recipe she swears by | VOGUE India

શ્રદ્ધા કપૂર એક તેજસ્વી અભિનેત્રી હોવા ઉપરાંત, એક મહાન ગાયિકા અને ડાન્સર પણ છે. તેમણે નાની ઉંમરે જ સંગીતની પ્રેક્ટિસ શરૂ કરી હતી. શ્રદ્ધા કપૂરની ફિલ્મ કારકીર્દિની વાત કરીએ તો તેણે ફિલ્મ ‘તીન પતી’થી બોલિવૂડમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મ વર્ષ 2010 માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી.

Shraddha Kapoor weaves Black Magic in this photoshoot. | Moviekoop

ફિલ્મ આશિકી 2 બાદ શ્રદ્ધા કપૂરે એક વિલન, હૈદર, એબીસીડી 2, બાઘી, સ્ત્રી અને છિછોરે સહિત અનેક તેજસ્વી ફિલ્મોમાં અભિનય કર્યો અને દર્શકોના દિલ જીતી લીધા.

Shraddha Kapoor to tie the knot soon with Rohan Shrestha

ફિલ્મો સિવાય શ્રદ્ધા કપૂર પણ તેની લવ લાઇફને લઇને પણ ચર્ચામાં છે. તે આજકાલ પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠને ડેટ કરી રહી છે. શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠ પણ ઘણી વખત એક સાથે જોવા મળ્યા છે. જોકે રોહન શ્રેષ્ઠ અને શ્રદ્ધા કપૂરે આજ સુધી તેમના સંબંધોને લઈને સત્તાવાર જાહેરાત કરી નથી.