Bollywood/ સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસ પર બહેન શ્વેતાએ શેર કરી ઈમોશનલ પોસ્ટ……

સુશાંત સિંહ રાજપૂત અમે તમારા બધા સપના પૂરા કરીશું, તમારો વારસો જીવંત રહેશે. તમે લોકોએ અવિશ્વસનીય કામ કર્યું છે તે ટીમ…..

Entertainment
Untitled 57 7 સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસ પર બહેન શ્વેતાએ શેર કરી ઈમોશનલ પોસ્ટ......

દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આજે 36મી જન્મજયંતિ છે. આ અવસર પર તેની બહેન શ્વેતા સિંહે અભિનેતાના જીવનની ક્ષણોનો એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સુશાંતની ટેબલ ટેનિસ રમવાથી લઈને કાર સેટ સુધીની કેટલીક ક્ષણો પણ જોવા મળી રહી છે. શ્વેતાએ કેપ્શનમાં તેના ભાઈના સપના પૂરા કરવાનું વચન આપ્યું છે.

શ્વેતાએ વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘મારા ભગવાન! શું સુંદર કલેક્શન છે… ભાઈ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સુશાંત સિંહ રાજપૂત અમે તમારા બધા સપના પૂરા કરીશું, તમારો વારસો જીવંત રહેશે. તમે લોકોએ અવિશ્વસનીય કામ કર્યું છે તે ટીમનો આભાર!’ આ સાથે તેણે હેશટેગમાં #SushantDay પણ લખ્યું છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, ચાહકોએ ફરીથી સુશાંતના ન્યાય માટે હેશટેગ્સ ચલાવવાનું શરૂ કર્યું છે. આ વીડિયોમાં સુશાંતની ફિલ્મ ‘કેદારનાથ’નું એક સોંગ છે અને સુશાંતની ફિલ્મી સફર વિશે આ વીડિયો ક્લિપમાં દર્શાવવામાં આવ્યુ છે.

આજે દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો જન્મદિવસ તેના પરિવાર અને તેના ચાહકો દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે. તેની બહેન શ્વેતા સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીડિયો શેર કરીને એક ઈમોશનલ પોસ્ટ (Emotional Post) લખી છે. તેણે લખ્યું છે કે, મારા ભાઈ..જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અમે તમારા સપના પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમારો વારસો આજે પણ જીવંત છે. પ્રો ટીમનો ખૂબ ખૂબ આભાર, તમે સરસ કામ કર્યું છે. આ સાથે તેણે સુશાંત ડે નામનું હેશટેગ પણ ચલાવ્યુ છે.