અવસાન/ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની માતાનું નિધન, આજે હૈદરાબાદમાં થશે અંતિમ સંસ્કાર

મહેશ બાબુની માતા ઈન્દિરા દેવી છેલ્લા કેટલાક અઠવાડિયાથી ખૂબ જ બીમાર હતા. હૈદરાબાદની AIG હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.

Trending Entertainment
મહેશ બાબુની

સાઉથના સુપરસ્ટાર એક્ટર મહેશ બાબુની માતા ઈન્દિરા દેવી વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતાની માતાનું અવસાન થયું છે. મહેશ બાબુની માતા ઈન્દિરા દેવી છેલ્લા કેટલાક અઠવાડિયાથી ખૂબ જ બીમાર હતા. હૈદરાબાદની AIG હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તેમને થોડા દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જે બાદ આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગયા મહિને હોસ્પિટલમાં દાખલ થયા બાદ અભિનેતા મહેશ બાબુ ઘણી વખત હોસ્પિટલમાં તેની માતાને મળવા જતા જોવા મળ્યા હતા.

ઈન્દિરા દેવીથી અલગ થયા બાદ સુપરસ્ટાર કૃષ્ણાએ વિજયનિર્મલા સાથે લગ્ન કર્યા હતા. તે પછી ઈન્દિરા દેવી એકલા રહેતા હતા. તેણે ફરીથી લગ્ન કર્યા ન હતા. આપને જણાવી દઈએ કે, મહેશ બાબુ અને તેની માતા વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ હતું. અભિનેતા હંમેશા સોશિયલ મીડિયા પર તેની માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. મહેશ બાબુના મોટા ભાઈ રમેશ બાબુનું માતા ઈન્દિરા દેવીના મૃત્યુના થોડા દિવસો પહેલા અવસાન થયું હતું. જેના કારણે તેમના પર દુ:ખનો પહાડ આવી ગયો છે.

અહેવાલો અનુસાર, ઈન્દિરા દેવીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સવારે 9 થી 12 વાગ્યા સુધી પદ્માલય સ્ટુડિયોમાં રાખવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર બુધવારે બપોરે 1 વાગ્યે મહાપ્રસ્થાનમમાં કરવામાં આવશે.

મહેશ બાબુના નજીકના સંબંધીઓ અને પરિવારના અન્ય સભ્યો ઈન્દિરા દેવીને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.

આ પણ વાંચો: દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને આપવામાં આવશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ

આ પણ વાંચો:શું કરણ જોહર વરુણ ધવનના પિતાને કરતો હતો ડેટ? ડાયરેક્ટરે પોતે જણાવ્યું સત્ય

આ પણ વાંચો:રિમિક્સ વિવાદમાં એઆર રહેમાનનો નેહા કક્કર પર કટાક્ષ કર્યો, કહ્યું- તમે કોણ છો…