Not Set/ ભાજપ હવે નારાજ આગેવાનોને મનાવવાને બદલે પાણીચું પકડાવશે

ગાંધીનગર: લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને BJP દ્વારા પાંચ મુદ્દાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પક્ષના નારાજ આગેવાનોને મનાવવાના બદલે તેમને પાણીચું પકડાવી દેવામાં આવે તેવું આયોજન કરાયું છે. વર્ષ-2019ની લોકસભાની ચૂંટણીને અનુસંધાનમાં ભાજપના રાષ્ટ્રીય મોવડીમંડળ દ્વારા પાંચ મુદ્દાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે અને તે મુજબ કાર્યવાહી હાથમાં ધરવામાં આવશે. ભાજપના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા […]

Ahmedabad Top Stories Gujarat Trending Politics
BJP will release it instead of persuading its displeased leaders

ગાંધીનગર: લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને BJP દ્વારા પાંચ મુદ્દાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પક્ષના નારાજ આગેવાનોને મનાવવાના બદલે તેમને પાણીચું પકડાવી દેવામાં આવે તેવું આયોજન કરાયું છે.

વર્ષ-2019ની લોકસભાની ચૂંટણીને અનુસંધાનમાં ભાજપના રાષ્ટ્રીય મોવડીમંડળ દ્વારા પાંચ મુદ્દાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે અને તે મુજબ કાર્યવાહી હાથમાં ધરવામાં આવશે. ભાજપના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, આ પાંચ મુદ્દાના કાર્યક્રમ અંતર્ગત પક્ષમાં રહેલા નારાજ તેમજ સક્રિય હોય તેવા આગેવાનો અને કાર્યકરોની અલગ-અલગ યાદીઓ બનાવવાની રાષ્ટ્રીય મોવડીમંડળ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપ દ્વારા કવાયત શરુ કરાઈ

પ્રાપ્ત માહિતી મુજબ ભાજપના મોવડી મંડળ દ્વારા લોકસભાની ચૂંટણી માટે કુલ પાંચ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં નારાજ કાર્યકરો, આગેવાનોની તેમજ સક્રિય કાર્યકરો અને આગેવાનોની યાદી તાલુકા સ્તરથી લઈને પ્રદેશ સ્તર સુધી બનાવવામાં આવશે. આ યાદી બાદ પક્ષથી નારાજ હોય તેવા આગેવાનો કાર્યકરોને મનાવવાને બદલે પક્ષમાંથી પાણીચું પકડાવવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોએ વધુમાં જાણાવ્યું હતું કે, પક્ષ દ્વારા તાલુકા કક્ષાએ કયા પ્રોજેક્ટ કરવા યોગ્ય છે, તે અંગેની જાણકારી કાર્યકરો તેમજ સરકારી મશીનરીના ઉપયોગથી જાણવામાં આવશે. આ અંગે મળેલી માહિતી મુજબ બને તેટલી ઝડપથી જે-તે પ્રોજેક્ટસને પૂરા કરવામાં આવશે અથવા તો તેની કામગીરીની ઝડપમાં વધારો કરવામાં આવશે.

સૂત્રોએ એવું પણ જણાવ્યું છે કે, પ્રો-બીજેપી વિચારસરણી ધરાવતા સરકારી અધિકારીઓની પણ તાલુકા કક્ષાથી લઈને પ્રદેશ કક્ષા સુધીની યાદી બનાવવા માટે પણ ભાજપના મોવડી મંડળ દ્વારા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત આગામી દિવસોમાં રાજ્યના ઓબીસી,એસસી તેમજ એસટી સમાજના લોકોને ભાજપ સાથે વધુ સારી રીતે કેમ જોડી શકાય તે અંગેનો એક રોડમેપ પણ તૈયાર કરાયો છે જેનો આગામી દિવસોમાં અમલ કરવામાં આવશે.

આ મુદ્દાઓ ઉપર ધ્યાન આપવામાં આવશે

આ રોડ મેપ અંતર્ગત દરેક બુથમાં 10 એસસી, 10 એસટી અને 10 ઓબીસી કાર્યકર્તા જોડવામાં આવે, પ્રત્યેક પાંચ ઘર માટે એક ભાજપનો કાર્યકર્તા નક્કી કરવામાં આવે, એક બુથના ફોર્મ્યુલા પર કામ કરવામાં આવે, ઓનલાઇન જોડાનાર કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવે, દરેક બુથથી બાઇક રાખનાર પાંચ લોકોને જોડવામાં આવે, દરેક બુથના મંદિરના લિસ્ટ, તેના ટ્રસ્ટી અને પુજારીના નંબર અને માહિતી એકઠી કરવામાં આવે, દરેક બુથમાં મસ્જિદોનું લિસ્ટ બનાવવામાં આવે, કોઈપણ પ્રકારના લાભાર્થીઓનું લિસ્ટ અને ડિટેલ્સ લાવવામાં આવે, મુદ્રા બેન્કથી વધારેમાં વધારે લોન અપાવવાનો પ્રયત્ન કરવા સહિતના મુદ્દાઓ અંગે ધ્યાન આપવામાં આવશે.