Stock Market/ શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો,સેન્સેક્સમાં 742 પોઇન્ટનો કડાકો

અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં સામાન્ય મજબૂતાઇ જોવા મળી હતી.

Business
Untitled 57 6 શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો,સેન્સેક્સમાં 742 પોઇન્ટનો કડાકો

ભારતીય  શેરબજારમાં જાણે કોરોના નું ગ્રહણ લાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે  આજે સતત ચોથા દિવસે મંદિનો માહોલ રહ્યો હતો. એફ.આઇ.આઇ. દ્વારા ધૂમ વેચાણના કારણે બજારમાં મંદી ઓછાયો જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સે 59,000ની સપાટી તોડી હતી. તેમજ નિફ્ટીએ પણ 17,600ની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં સામાન્ય મજબૂતાઇ જોવા મળી હતી. બીજી તરફ શેરબજારમાં મંદીના કારણે બૂલીયન બજારમાં થોડી તેજી જોવા મળી રહી છે.

આ પણ વાંચો:ગુજરાત / રાજયમાં રાત્રિ કરફયુ હજી એક સપ્તાહ લંબાવાશે, આજે નવી ગાઈડલાઈન જાહેર કરાય તેવી શકયતા

આજે સતત ચોથા દિવસે મુંબઇ શેરબજારના બંને આગેવાનો ઇન્ડેક્સો રેડ ઝોનમાં ખૂલ્યા હતા. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 59,000ની સપાટી તોડી હતી અને 58,683એ પહોંચી ગયો હતો. નિફ્ટીએ પણ આજે 17,600ની સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બજારમાં છેલ્લા ચાર દિવસ સતત મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાના કારણે રોકાણકારો હવે દૂર ભાગી રહ્યા છે. એફ.આઇ.આઇ. દ્વારા વેચવાલી કરવામાં આવી રહી હોય બજારમાં મંદિનો માહોલ જોવા મળી રહ્યો છે. બજેટ સુધી બજારમાં સતત ઉતાર-ચઢાવ રહેશે તેવું જાણકારો માની રહ્યા છે. આજે બૂલીયન બજારમાં તેજી જોવા મળી હતી જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો.

આ પણ વાંચો:Unemployed Indian / ભારતમાં 5 કરોડથી વધુ લોકો બેરોજગાર, મહિલાઓની સંખ્યામાં વધારો

 સેન્સેક્સ 742 પોઇન્ટના ઘટાડા સાથે 58,722 અને નિફ્ટી 239 પોઇન્ટના ઘટાડા સાથે 17,517 પર કામકાજ કરી રહ્યો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 6 પૈસાની મજબૂતાઇ 74.44 પર કામકાજ કરી રહ્યો છે.ભારતીય શેરબજારમાં સતત ચાર દિવસથી સતત ઘટાડાથી બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ ટ્રેડિંગ સેશનમાં લગભગ 4 ટકા ઘટ્યો છે, જેના કારણે ઇક્વિટી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 8 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. રહી છે. આ ચાર દિવસના ગાળામાં BSE સેન્સેક્સ 2500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે.