Loksabha Election 2024/ ભાજપ સરકારે દેશના ચાર લાખ કરોડ લૂંટ્યાઃ કોંગ્રેસના જયરામ રમેશનો સણસણતો આક્ષેપ

કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું છે કે ભાજપે દાયકાના શાસનમાં રીતસરની લૂંટ ચલાવતા દેશમાંથી ચાર લાખ કરોડ લૂંટ્યા છે. જયરામ રમેશે જણાવ્યું હતું કે લોકશાહીના જેમ ચાર સ્તંભ વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, પ્રચારતંત્ર અને રાજતંત્ર છે તે જ રીતે ભાજપના ભ્રષ્ટાચારના ચાર મુખ્ય સ્તંભ છે પ્રીપેઇડ લાંચ, પોસ્ટપેઇડ લાંચ, પોસ્ટરેઇડ લાંચ એટલે કે દરોડા પાડયા પછી લેવાતી લાંચ અને બનાવટી કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગ.

Top Stories India Trending Breaking News
Beginners guide to 2024 04 20T154318.755 ભાજપ સરકારે દેશના ચાર લાખ કરોડ લૂંટ્યાઃ કોંગ્રેસના જયરામ રમેશનો સણસણતો આક્ષેપ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ભાજપ સરકાર ફરીથી ચૂંટાઈને સત્તા પર આવી તો ઇલેક્ટોરલ બોન્ડના નિયમોમાં સુધારાવધારા કરીને તેને ફરીથી લાવવાની વાત કહી છે તેના પગલે વિપક્ષ કોંગ્રેસે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું છે કે ભાજપે દાયકાના શાસનમાં રીતસરની લૂંટ ચલાવતા દેશમાંથી ચાર લાખ કરોડ લૂંટ્યા છે. જયરામ રમેશે જણાવ્યું હતું કે લોકશાહીના જેમ ચાર સ્તંભ વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, પ્રચારતંત્ર અને રાજતંત્ર છે તે જ રીતે ભાજપના ભ્રષ્ટાચારના ચાર મુખ્ય સ્તંભ છે પ્રીપેઇડ લાંચ, પોસ્ટપેઇડ લાંચ, પોસ્ટરેઇડ લાંચ એટલે કે દરોડા પાડયા પછી લેવાતી લાંચ અને બનાવટી કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગ.
પ્રીપેઇડ લાંચ એટલે કે ચંદા દો, ધંધા દો, બીજો છે પોસ્ટપેઇડ લાંચ એટલે કે લાઇસન્સ આપો, લાંચ લો. આ બંનેની ટોટલ આવક જ 3.8 લાખ કરોડ રૂપિયા થાય છે. આ સિવાય ત્રીજો પ્રકાર છે પોસ્ટ રેઇડ બ્રાઇબરી એટલે કે દરોડા પાડ્યા પછી અપાતી લાંચનો છે. આ રકમ 1,853 કરોડ થાય છે. જ્યારે ચોથો પ્રકાર મની લોન્ડરિંગનો છે અને તે નકલી કંપનીઓ દ્વારા થાય છે. આવી નકલી કંપનીઓનો ખર્ચ 419 કરોડ રૂપિયા છે.
જો કે સીતારમણના નિવેદનનો બચાવ કરતા ભાજપે જ તેમની પ્રેસ કોન્ફરન્સનો વિડીયો જારીને કહ્યું છે કે એફએમે ક્યાંય ઇલેક્ટોરલ બોન્ડને પરત લાવવાની વાત કરી નથી. તેમણે જણાવ્યું છે કે જયરામ રમેશ વાતને અયોગ્ય રીતે રજૂ કરી રહ્યા છે. નાણાપ્રધાને જણાવ્યું છે કે આ મુદ્દે હજી પણ બધા હિસ્સેદારોને સાથે લાવવાની અને સલાહમસલતની જરૂર છે. આ પ્રક્રિયા પૂરી થયા પછી જ તેના અંગે કંઇક કહી શકાય.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:મતદાનના દિવસે તમારો જન્મદિવસ આવ્યો તો તમને સરપ્રાઈઝ ગિફ્ટ મળશે!

આ પણ વાંચો:EDનો આક્ષેપ ‘તબીબી આધાર પર જેલમાંથી છૂટવા કેજરીવાલ ખાઈ રહ્યા છે કેરી અને મીઠાઈ’

આ પણ વાંચો:અશ્લીલ સામગ્રીમાં બાળકોનો ઉપયોગ કરવો એ ગુનો અને ગંભીર ચિંતાનો વિષય