Hit Wave/ આ વખતે ભારતમાં હીટવેવનો ત્રાસ વધારે કેમ ?

લોહી પરસેવો છુટી જશે, જાણો નિષ્ણાતો શું કહે છે

Top Stories India
Beginners guide to 2024 04 20T154550.157 આ વખતે ભારતમાં હીટવેવનો ત્રાસ વધારે કેમ ?

New Delhi : એપ્રલ મહિનો ધીમે ધીમે પુરો થવા આવી રહ્યો છે. આ મહિનો પૂરો થાય તે પહેલા ચુભતી જલતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. એપ્રિલના અંત સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જઈ શકે છે.  હીટવેવની અસર પૂરા ભારતને પોતાની ચપેટમાં લઈ લેશે. ભારતમાં હીટવેવનું મુખ્ય કારણ શું છે ? હીટવેવ અને પોલ્યુશન વચ્ચે શુ સંબંધ છે ? આવા જ કેટલાક સવાલોના જવાબ જાણીએ ક્લાઈમેટ નિષ્ણાત પાસેથી. રોબર્ટ વાઊટાર્ડ આઈપીસીસીના વર્કિંગ ગ્રુપના સહ અધ્યક્ષ અને આઈપીસીએલ પેરિસમાં વરિષ્ઠ જળવાયુ વૈજ્ઞાનિક છે. એક અંગ્રેજ અખબાર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે મારૂ કામ મુખ્યત્વે બે ચીજો પર કેન્ર્દિત છે. પહેલું હું જળવાયુ પરિવર્તન સાથે સંકળાયેલા ભૌતિક વિજ્ઞાન પર  શોધ કરનારા આઈપીસીસી વર્કિંગ ગ્રુપ 1 ના સહ અધ્યક્ષ શિયાઓયે ઝાંગ સાથે કામ કરૂ છું. (આઈપીસીસીનો અર્થ છે અંતર સરકારી જળવાયુ પરિવર્તન પેનલ) બીજું હું જળવાયુના ઉગ્ર રૂપો જેમકે અતિશય ગરમી અથવા વરસાદ પર શોધ કરૂ છું અને એ શોધું છું કે તેનો જળવાયુ પરિવર્તનથી શું સંબંધ છે.ભારતના કેટલાક ભાગમાં એપ્રિલમાં હીટવેવ એલર્ટ મળે છે શું તે જળવાયુ પરિવર્તન છે કે કેમ. તેનો જવાબ હા છે. જળવાયુ પરિલર્તન તેનું એક કારણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં  અમે વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન નેટવર્ક સાથે મળીને ભારતમાં ગરમીની લહેરો પર ત્રણ અભ્યાસ કર્યા છે. 2022ના વર્ષમાં માર્ચથી એપ્રિલ સુધી ભારતમાં એક કૂબ મોટી ગરમીની લહેર જોવા મળી હતી. જેમાં તાપમાન સામાન્યથી ઘણું વધારે હતું.  અમે જોયું કે ગ્રીન હાઉસ ગેસોની માત્રા વધવાને કારણે એવી પરિસ્થિતી હવે અવારનવાર અને વધુ થઈ રહી છે.  ગયા વર્ષે એપ્રિલમાં ખાસ કરીને પૂર્વ ભારતમાં તીય વિસ્તારમાં ખૂબ ગરમી પડી હતી. તેનાથી શરીરની ગરમી સહન કરવાની ક્ષમતા (હીટ સ્ટ્રેસ ઈન્ડેક્સ) ખૂબ વધી ગઈ હતી. જે ખતરનાક સીમાને પાર કરી ગઈ હતી.અમારા અભ્યાસ મુજબ જળવાયુ પરિવર્તન ન થતા આવી ઘટનાઓની સંભાવના 30 ગણી ઓછી થાત.  યુરોપમાં પણ તાપમાન ખૂબ વધી રહ્યું છે. ભારતમાં પણ દર વર્ષ કરતા છેલ્લા કેટલાક સમયથી તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે.  વૈજ્ઞનિકો રાજનિતીથી નહી પણ સચ્ચાઈથી પ્રેરિત હોય છે. અમે આધુનિક ટેકનોલોજી, આંકડાનું વિશ્લેષણ અને પ્રત્યક્ષ નિરીક્ષણોની મદદથી જળવાયુ પરિવર્તન અને ગરમ લહેરો વચ્ચેના સંબંધ સ્થાપિત કરી શક્યા છીએ. અમે હીટવેવના બે સમૂહોની તુલના કરીએ છીએ. એક જળવાયુ પરિવર્તન સાથે અને બીજું તેના સિવાય. આ એ રીત છે જેનો અપયોગ મહામારી વિજ્ઞાન વગેરેમાં કરાય છે. આ અભ્યાસથી એ નિષ્કર્ષ નિકળે છે કે ભારત પહેલેથી જ ગરમ દેશ રહ્યો છે, ખાસ કરીને ચોમાસા પહેલા. જોકે તે પણ સાચુ છે કે ગરમી હવે ખૂબ વધી રહી છે.હીટવેવનો સૌથા મોટો ખતરો તબિયતને થાય છે. ખૂબ ગરમી હોય ત્યારે શરીર પરસેવો કાઢીને પતાને ઠંડુ નથી કરી શકતું. કારણકે હવા પહેલેથી જ ગરમ હોય છ. તેવામાં ઠંડી જગ્યાએ રહેવું ખૂબ જરૂરી થઈ જાય છે. પરંતુ બધા પાસે એસી કે કુલર જેવી વ્યવસ્થા નથી હોતી. જેને કારણે ગરીબ, વૃધ્ધ અને બિમાર લોકો માટે ગરમી જીવલેણ સાબિત થઈ શકે છે. તેને જ આદ્ર બલ્બ તાપમાન (વેટ બલ્બ હીટ) કહેવાય છે. શહેરોમાં ગરમી વધારે હોય છે. જે આ ખતરાને ગંભીર બનાવે છે. જળવાયુ પરિવર્તન અને હવાની ગુણવત્તા બન્ને લગભગ એક જેવી ગતિવિધીઓથી પેદા થાય છે.કાર, નિર્માણ કાર્ય ફેક્ટરીઓ વગેરે આવી જ ગતિવિધિઓ છે. તેમાંથી નીકળતો ધુમાડો હવાને દુષ્ત કરે છે સાથે જ ગ્રીનહાઉસ ગેસ, જેમકે કાર્બન ડાયોક્સાઈડ પણ પેદા કરે છે. તે હવામાં મળતા દુષિત કણ, નાઈટ્રોજન ઓક્સાઈડ વગેરે આપણા સ્વાસ્થય માટે ખૂબ હાનિકારક હોય છે. એટલા માટે જળવાયુ પરિવર્તનને ઓછુ કરવા માટે કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન ઘટાડવું જરૂરી છે. તેનાથી હવા પ્રદુષમ ઓછુ કરવામાં મદદ મળશે. જે ખૂબ મોટો ફાયદો છે.હાલમાં ગ્લોબલ વોર્મિંગનું સ્તર 1.2 ડિગ્રી સેલ્સિયસથી 1.3 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોવાનું અનુમાન છે. પેરિસ સમજોતામાં 1.5 ડિગ્રી સેસ્લિયસનો મતલબ લાંબા સમયની ટકાવારી છે. આ કોઈ એક વર્ષનું લક્ષ્ય નથી. આપણે આ આંકડાને ત્યારે પાર કરીશું જ્યારે ઘણાં વર્ષો સુધી તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસની ઉપર રહેશે. એવું મનાય છે કે તેમાં અંદાજે 10 વર્ષ લાગી શકે છે. ભારતમાં ગરમીથી બચવાની અનેક યોજનાઓ પહેલેથી મોજુદ છે. પરંતુ કેટલાક વધુ પગલા ભરી શકાય તેમ છે. હોસ્પિટલોએ ગરમીથી થનારી બિમારીઓ માટે તૈયાર રહેવું જોઈએ. લોકોએ પણ એકબીજાને મદદ કરવી જોઈએ. લાંબા સમય સુધી ગરમીથી બચવા માટે  લોકો માટે ઘરોની વ્યવસ્થા કરવી પણ મહત્વપૂર્ણ છે. સરકારી યોજનાઓપણ ગરમીથી બચવાની યોજનાએઓ, આબોદવાનું પુર્વાનુમાન અને બચાવના ઉપાય સામેલ થવા જોઈએ. ભારતમાં આ દિશામાં પહેલેથી સારી વ્યવસ્થા છે. તેને વધુ મજબૂત બનાવી શકાય તેમ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મતદાનના દિવસે તમારો જન્મદિવસ આવ્યો તો તમને સરપ્રાઈઝ ગિફ્ટ મળશે!

આ પણ વાંચો:EDનો આક્ષેપ ‘તબીબી આધાર પર જેલમાંથી છૂટવા કેજરીવાલ ખાઈ રહ્યા છે કેરી અને મીઠાઈ’

આ પણ વાંચો:અશ્લીલ સામગ્રીમાં બાળકોનો ઉપયોગ કરવો એ ગુનો અને ગંભીર ચિંતાનો વિષય