Gujarat/ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ,મોરબીમા રૂ.7710 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂ.7710 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Top Stories Gujarat
20 3 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ,મોરબીમા રૂ.7710 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી  19,ઓક્ટોબર 2022ના દિવસે    રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂ.7710 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજકોટ જિલ્લાને અમુલ પ્લાન્ટ સહિત કુલ રૂ.4309 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ મળશે, જ્યારે મોરબી જિલ્લામાં વડાપ્રધાન રૂ.2738 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે. તેમજ અન્ય જીલ્લાના રૂ.663 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે.

રાજકોટમાં જે વિકાસકાર્યોનું લોકાર્પણ થવાનું છે તે આ પ્રમાણે છે: લાઇટ હાઉસ પ્રોજેક્ટ, હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ, નાનામવા બ્રિજ, સાયન્સ મ્યૂઝિયમ, મેજર બ્રિજ સાથેનો 4-લેન પરાપીપળીયા રોડ, આરએમસી બાઉન્ડ્રી (જામનગર રોડ) થી AIIMS સુધીનો 6-લેન ડીપી રોડ અને. લોકાર્પણ કાર્યો કુલ રૂ.336 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે.રાજકોટમાં જે વિકાસકાર્યોનું લોકાર્પણ થવાનું છે તે આ પ્રમાણે છે: લાઇટ હાઉસ પ્રોજેક્ટ, હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ, નાનામવા બ્રિજ, સાયન્સ મ્યૂઝિયમ, મેજર બ્રિજ સાથેનો 4-લેન પરાપીપળીયા રોડ, આરએમસી બાઉન્ડ્રી (જામનગર રોડ) થી AIIMS સુધીનો 6-લેન ડીપી રોડ અને. લોકાર્પણ કાર્યો કુલ રૂ.336 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે.

વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં આ કાર્યોનો સમાવેશ થાય છે: જેતપુર-ગોંડલ-રાજકોટ 6 લેનના રોડને પહોળો કરવામાં આવશે. ગઢકા ખાતે અમુલનો પ્લાન્ટ, GIDC (નાગલપર, ખીરસરા-2, પીપરડી, તથા અન્ય જીઆઈડીસીઓ), રેલવેમાં પેસેન્જર સુવિધાઓ, ગોંડલ અને મચ્છુ-1ની રિમોડલીંગ વોટર સપ્લાય સ્કીમ, રાજકોટ શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નિર્મલા રોડ પર ફાયર સ્ટેશન, ભીમનગર બ્રિજ મોટા મવા બ્રિજને પહોળો કરવાની કામગીરી, ભાદર નદી પર એપ્રોન અને બન્ને તરફ સુરક્ષાની કામગીરી, કુંઢેચ ચેકડેમ પર રિપેર અને સુરક્ષાની કામગીરી અને વડલા ચેકડેમ નિર્માણ, મોવિયા-શિવરાજગઢ રોડ અને ખાંભલા-વાજડી-વેજાગામ રોડ સહિતના તેમજ અન્ય કાર્યો સામેલ છે. કુલ રૂ.5762 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

જેતપુર-ગોંડલ-રાજકોટ 6 લેનના રોડને પહોળો કરવામાં આવશે. ગઢકા ખાતે અમુલનો પ્લાન્ટ, GIDC (નાગલપર, ખીરસરા-2, પીપરડી, તથા અન્ય જીઆઈડીસીઓ), રેલવેમાં પેસેન્જર સુવિધાઓ, ગોંડલ અને મચ્છુ-1ની રિમોડલીંગ વોટર સપ્લાય સ્કીમ, રાજકોટ શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નિર્મલા રોડ પર ફાયર સ્ટેશન, ભીમનગર બ્રિજ મોટા મવા બ્રિજને પહોળો કરવાની કામગીરી, ભાદર નદી પર એપ્રોન અને બન્ને તરફ સુરક્ષાની કામગીરી, કુંઢેચ ચેકડેમ પર રિપેર અને સુરક્ષાની કામગીરી અને વડલા ચેકડેમ નિર્માણ, મોવિયા-શિવરાજગઢ રોડ અને ખાંભલા-વાજડી-વેજાગામ રોડ સહિતના તેમજ અન્ય કાર્યો સામેલ છે. કુલ રૂ.5762 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

રાજકોટમાં રેલવે સહિત પંચાયત, સહકાર, સ્વાસ્થ્ય અને રોડને લગતા વિવિધ રૂ.649 કરોડના વિકાસકાર્યોની જાહેરાત કરવામાં આવશે. જેમાં રેલવેમાં રાજકોટ-જામનગર સ્ટેશન રિડેવલપમેન્ટ, મકાનસર ગતિ શક્તિ ટર્મિનલની જાહેરાત થશે. તે સિવાય ગોંડલમાં ટેક્નોલોજી હબ સેન્ટર, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ રોડનો વિકાસ, ગોમતા-નિલખા-ભાદર ડેમ રોડ પહોળો કરવાની કામગીરી, લિલખા-દેવલા-સુલતાનપુર રોડને પહોળો કરવાની કામગીરી, રંગપર પાસે નદી પરના પુલનું પુન:નિર્માણ, રાજકોટમાં ચિલિંગ અને ઓટોમેશન ડેરી પ્લાન્ટનું વિસ્તરણ તેમજ વિસામણ અને ભરૂડીમાં 66 કેવી સબસ્ટેશનનો સમાવેશ થાય છે. તે સિવાય ઢેબર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે.