Crime/ લો બોલો, આનંદનગર પછી વેજલપુરમાં પણ સાઈલેન્સરની ચોરી.. અનેક જગ્યાઓએ સાઈલેન્સ ચોરાયા પણ પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ..

લો બોલો, આનંદનગર પછી વેજલપુરમાં પણ સાઈલેન્સરની ચોરી.. અનેક જગ્યાઓએ સાઈલેન્સ ચોરાયા પણ પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ..

Ahmedabad Gujarat
Untitled 12 લો બોલો, આનંદનગર પછી વેજલપુરમાં પણ સાઈલેન્સરની ચોરી.. અનેક જગ્યાઓએ સાઈલેન્સ ચોરાયા પણ પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ..

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં 5 દિવસ પહેલા જ ઈકો કારનાં સાઈલેન્સરની ચોરી થઈ હતી જેમાં આરોપી પકડાય તે પહેલા જ વેજલપુર વિસ્તારમાંથી ઈકો કારનાં સાઈસેન્સની ચોરી થઈ છે. વેજલપુરમાં પંચવટી સોસાયટીમાં રહેતા અને એલ્યુમિનિયમ ફિટિંગનો વ્યવસાય કરતા રાકેશ ગજ્જરે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Untitled 13 લો બોલો, આનંદનગર પછી વેજલપુરમાં પણ સાઈલેન્સરની ચોરી.. અનેક જગ્યાઓએ સાઈલેન્સ ચોરાયા પણ પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ..

27મી ફેબ્રુઆરીએ તેઓએ રાતનાં સમયે પોતાની ગાડી સોસાયટીમાં પાર્ક કરી હતી અને ગઈકાલે સવારે તેઓને સંબંધીનાં ત્યાં જવાનું હોવાથી ગાડી શરૂ કરતા જોરથી અવાજ આવતા ગાડી નીચે ચેક કરતા સાઈલેન્સ ગાયબ જોવા મળ્યુ હતુ. જેથી તેઓની ગાડીનાં 10 હજારની કિંમતનાં સાઈલેન્સરની ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Untitled 14 લો બોલો, આનંદનગર પછી વેજલપુરમાં પણ સાઈલેન્સરની ચોરી.. અનેક જગ્યાઓએ સાઈલેન્સ ચોરાયા પણ પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ..

વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. મહત્વનુ છે કે અમદાવાદનાં નારોલ, નિકોલ, નરોડા, સરખેજ સહિતના અનેક વિસ્તારોમાં આ જ રીતે સાઈલેન્સની ચોરીની ફરિયાદો નોંધાઈ છે.  જેમાં સરખેજ પોલીસે અગાઉ સાઈલેન્સર લઈને બહાર રાજ્ય જતા એક ટ્રક ચાલકની ધરપકડ કરી છે પરંતુ સાઈલેન્સર ચોરી કરનાર શખ્સ હજુ પોલીસની પકડથી દૂર છે.

Crime / ટ્રાફિક બુથ સળગાવી બ્લાસ્ટ કરી નાખીશ, પોલીસને ફોન પર અજાણ્યા ઈસમે ધમકી