Not Set/ જ્વેલર્સની દુકાનમાં ત્રાટક્યા પાંચ લૂંટારુ, વેપારીના માથામાં પિસ્તોલ ટાંકીને ચલાવી લૂંટ

અમદાવાદ, અમદાવાદ શહેરમાં લૂંટારૂઓ પોલીસને એક પછી એક એમ પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે હવે નરોડમાં એક જવેલર્સની દુકાનમાં લૂંટારૂઓ ત્રાટક્યા હતા અને દિનદહાડે લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર નરોડા વિસ્તારના બેઠક ત્રણ રસ્તા પાસે એક જવેલર્સની દુકાન આવેલી છે. આ દુકાનનું નામ શ્રીનાથ જવેલર્સ છે. જ્યાં દિનદહાડે લૂંટારૂઓ ત્રાટક્યા હતા […]

Gujarat
GUJARAT DALIT 1 જ્વેલર્સની દુકાનમાં ત્રાટક્યા પાંચ લૂંટારુ, વેપારીના માથામાં પિસ્તોલ ટાંકીને ચલાવી લૂંટ

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં લૂંટારૂઓ પોલીસને એક પછી એક એમ પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે હવે નરોડમાં એક જવેલર્સની દુકાનમાં લૂંટારૂઓ ત્રાટક્યા હતા અને દિનદહાડે લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર નરોડા વિસ્તારના બેઠક ત્રણ રસ્તા પાસે એક જવેલર્સની દુકાન આવેલી છે. આ દુકાનનું નામ શ્રીનાથ જવેલર્સ છે. જ્યાં દિનદહાડે લૂંટારૂઓ ત્રાટક્યા હતા અને વેપારી પર હુમલો કરી નાંખ્યો હતો.

બાદમાં વેપારીને લમણે પિસ્તોલ ટાંકી દીધી હતી. જેથી વેપારી ગભરાઇ ગયા હતા. જો કે આ લૂંટારૂઓએ વેપારીને દુકાનમાં માલસામાન હોય તે આપી દેવાનું કહ્યું હતું. જેથી ગભરાયેલા વેપારીએ દુકાનમાંથી દાગીના આપી દીધા હતા. ચાર લાખ જેટલા દાગીના લૂંટીને આ લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા.

આ સમગ્ર  ઘટના સીસીટીવી કેમરમાં કેદ થઇ હતી. ઘટનાને પગલે લોકોનના ટોળા ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સીસીટીવી કેમરાના આધારે લૂંટારૂઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.