Not Set/ જુઓ,આજની હેડલાઈન

1:30pm સુરત : વરાછા વિસ્તારની લાભેશ્વર પોલીસ ચોકીની પાછળ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં કમિશનરે તપાસનો આદેશ આપ્યો હતો. પોલીસે આ મામલે બે બુટલેગરોની ધરપકડ કરી છે. ————————————————————————————————— લંડન:  સિટી હવાઈમથકેથી બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ મળ્યો હોવાનું સામે આવ્યું છે. બોમ્બ મળી આવતા સિટી હવાઈમથક બંધ કરવામાં આવ્યું છે. અને બોમ્બને  નિષ્ક્રિય કરવાની કાર્યવાહી […]

Gujarat
PARTH 2 જુઓ,આજની હેડલાઈન

1:30pm

સુરત : વરાછા વિસ્તારની લાભેશ્વર પોલીસ ચોકીની પાછળ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં કમિશનરે તપાસનો આદેશ આપ્યો હતો. પોલીસે આ મામલે બે બુટલેગરોની ધરપકડ કરી છે.

—————————————————————————————————

લંડન:  સિટી હવાઈમથકેથી બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ મળ્યો હોવાનું સામે આવ્યું છે. બોમ્બ મળી આવતા સિટી હવાઈમથક બંધ કરવામાં આવ્યું છે. અને બોમ્બને  નિષ્ક્રિય કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

—————————————————————————————————

ખેડા: લાડવેલ ચોકડી નજીક ST  બસ અને ટેંકર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે  બે ની હાલત વધુ ગંભીર છે.

—————————————————————————————————

પીએમ મોદીના ગલ્ફ દેશોના પ્રવાસનો આજે અંતિમ દિવસ ત્યારે પીએમ મોદી  ઓમાનમાં શિવ મંદિરમાં દર્શન કરશે.ત્યાર બાદ પીએમ મોદી ઓમાનના ડે.પીએમ સાથે મુલાકાત કરશે. મુલાકાત બાદ પીએમ મોદી ઓમાનમાં CEO સાથે બેઠક કરશે.

—————————————————————————————————

પાટણઃ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સાઉદી અરેબિયાથી આવેલ એક દંપતિનું સ્વાઈન ફ્લૂથી મોત થયું છે. આ દંપતિના મોતથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

—————————————————————————————————-