Not Set/ પોરબંદર: ચોપાટી મેદાન ખાતે ગરીબ કલ્યાણ મેળો, જીવન જરૂરીયાત અને ગુજરાન ચલાવવા માટેના સાધનોની અપાશે સહાય

પોરબંદર, પોરબંદર ચોપાટી મેદાન ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરીબ-કલ્યાણ મેળો સીએમ રૂપાણીના હસ્તક યોજાઇ રહ્યો છે. આ દરમિયાન સીએમ રૂપાણી પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇનના પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવાના છે. સાથે સાથ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં 3414 લાભાર્થીઓને 12.74 કરોડની સહાય આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી […]

Top Stories Gujarat Others
mantavya 46 પોરબંદર: ચોપાટી મેદાન ખાતે ગરીબ કલ્યાણ મેળો, જીવન જરૂરીયાત અને ગુજરાન ચલાવવા માટેના સાધનોની અપાશે સહાય

પોરબંદર,

પોરબંદર ચોપાટી મેદાન ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરીબ-કલ્યાણ મેળો સીએમ રૂપાણીના હસ્તક યોજાઇ રહ્યો છે.

આ દરમિયાન સીએમ રૂપાણી પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇનના પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવાના છે. સાથે સાથ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

mantavya 42 પોરબંદર: ચોપાટી મેદાન ખાતે ગરીબ કલ્યાણ મેળો, જીવન જરૂરીયાત અને ગુજરાન ચલાવવા માટેના સાધનોની અપાશે સહાય

પોરબંદરમાં 3414 લાભાર્થીઓને 12.74 કરોડની સહાય આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી મહેસાણા જિલ્લામાં પ્રારંભ કરાવશે. મંત્રીઓ વિવિધ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં જોડાશે.

mantavya 43 પોરબંદર: ચોપાટી મેદાન ખાતે ગરીબ કલ્યાણ મેળો, જીવન જરૂરીયાત અને ગુજરાન ચલાવવા માટેના સાધનોની અપાશે સહાય

ગરીબ કલ્યાણ મેળામાં 11.83 લાખ લાભાર્થીઓને સહાય આપવામાં આવશે. લાભાર્થીઓને રૂપિયા 2307 કરોડની સાધન-સહાયનું વિતરણ કરવામાં આવશે.

mantavya 44 પોરબંદર: ચોપાટી મેદાન ખાતે ગરીબ કલ્યાણ મેળો, જીવન જરૂરીયાત અને ગુજરાન ચલાવવા માટેના સાધનોની અપાશે સહાય

ઉલ્લેખનીય છે કે, લોકોને બધા જ લાભ વચેટિયાઓ વગર સીધા જ મળી રહે તેવા હેતુથી 2009થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1491 મેળાઓ દ્વારા 1.34 કરોડ લાભાર્થીઓને 23,88,962 કરોડની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે.

mantavya 45 પોરબંદર: ચોપાટી મેદાન ખાતે ગરીબ કલ્યાણ મેળો, જીવન જરૂરીયાત અને ગુજરાન ચલાવવા માટેના સાધનોની અપાશે સહાય

મહત્વનું છે કે સીએમ રૂપાણી દ્વારા કલ્યાણ મેળાના લાભાર્થીઓ દ્વારા સહાય તેમજ જીવન જરૂરીયાત અને ગુજરાન ચલાવવા માટેના સાધનો પણ આપવામાં આવશે…