Not Set/ પાસ્તામાંથી બનતી આ ન્યુ રેસીપી: બેક્ડ પાંવ ભાજી પાસ્તા

સામગ્રી 2 ટીસ્પૂન પાંવ ભાજી મસાલો 2 કપ રાંધેલી ફ્યુસિલી 1 ટેબલસ્પૂન માખણ 1 ટીસ્પૂન જેતૂનનું તેલ 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ 1/4 કપ ઝીણા સમારેલા કાંદા 1/2 કપ ઝીણા સમારેલા ટમેટા 1 ટીસ્પૂન ગરમ મસાલો 1/2 ટીસ્પૂન મરચાં પાવડર 1/2 કપ ઝીણા સમારેલા સિમલા મરચાં 1/2 કપ દૂધ 1/4 કપ તાજું ક્રીમ 1/2 કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ 5 બેસિલના પાન (ટુકડા કરેલા) 2 ટીસ્પૂન સૂકા ઑરેગાનો 1 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ મીઠું (સ્વાદાનુસાર) 1/4 કપ સિમલા […]

Uncategorized
bbtt પાસ્તામાંથી બનતી આ ન્યુ રેસીપી: બેક્ડ પાંવ ભાજી પાસ્તા

સામગ્રી

2 ટીસ્પૂન પાંવ ભાજી મસાલો
2 કપ રાંધેલી ફ્યુસિલી
1 ટેબલસ્પૂન માખણ
1 ટીસ્પૂન જેતૂનનું તેલ
1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
1/4 કપ ઝીણા સમારેલા કાંદા
1/2 કપ ઝીણા સમારેલા ટમેટા
1 ટીસ્પૂન ગરમ મસાલો
1/2 ટીસ્પૂન મરચાં પાવડર
1/2 કપ ઝીણા સમારેલા સિમલા મરચાં
1/2 કપ દૂધ
1/4 કપ તાજું ક્રીમ
1/2 કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
5 બેસિલના પાન (ટુકડા કરેલા)
2 ટીસ્પૂન સૂકા ઑરેગાનો
1 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
મીઠું (સ્વાદાનુસાર)
1/4 કપ સિમલા મરચાંની પટ્ટીઓ(લાલ , પીળા અને લીલા)
સૂકા ઑરેગાનો (છાંટવા માટે)

બનાવાની રીત  

એક પહોળા નોન-સ્ટીક પૅનમાં માખણ અને જેતૂનનું તેલ ગરમ કરી લો પછી તેમાં લસણ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી સાંતળી લો. ત્યારબાદ તેમાં ટમેટા ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

તે પછી તેમાં પાંવ ભાજી મસાલો, ગરમ મસાલો, મરચાં પાવડર અને સિમલા મરચાં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

તે પછી તેમાં ફ્યુસિલી, દૂધ, તાજું ક્રીમ, 1/4 કપ ચીઝ, બેસિલ, ઑરેગાનો, મરચાંના ફ્લેક્સ્ અને મીઠું ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

આ ફ્યુસિલીને એક માખણ ચોપડેલી બેકીંગ ડીશમાં મૂકી, તેની પર બાકી રહેલું 1/૪ કપ ચીઝ છાંટી લીધા પછી ઉપર રંગીન સિમલા મરચાંની પટ્ટીઓ મૂકીને થોડું ઑરેગાનો સરખી રીતે છાંટી લો.

આમ તૈયાર થયેલી બેકીંગ ડીશને આગળથી ગરમ કરેલા ઑવનમાં 200° સે (400° ફે) તાપમાન પર 15 મિનિટ સુધી બેક કરી લો. તરત જ પીરસો.