Not Set/ અમદાવાદમાં દીવાલ અને ગેલેરી તૂટી પડવાના ચાર બનાવો, કોઈ જાનહાનિ નહિ

તાઉતે વાવાઝોડું ને કારણે અમદાવાદના ત્રણ વિસ્તારોમાં મકાનની ગેલેરી તૂટી પડવાના અને દીવાલ ધરાશાય થવાના બનાવો બન્યા હતા. બંને બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અમદાવાદના બોપલ ધુમા રોડ પર આવેલા રિતિકા ફ્લેટની કંપાઉન્ડ ની દીવાલ એકાએક ધરાશાય થઈ ગઈ હતી. બનાવની અંદર કોઈ પણ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. […]

Ahmedabad Gujarat
IMG 20210518 WA0029 અમદાવાદમાં દીવાલ અને ગેલેરી તૂટી પડવાના ચાર બનાવો, કોઈ જાનહાનિ નહિ

તાઉતે વાવાઝોડું ને કારણે અમદાવાદના ત્રણ વિસ્તારોમાં મકાનની ગેલેરી તૂટી પડવાના અને દીવાલ ધરાશાય થવાના બનાવો બન્યા હતા. બંને બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

IMG 20210518 WA0027 e1621321239330 અમદાવાદમાં દીવાલ અને ગેલેરી તૂટી પડવાના ચાર બનાવો, કોઈ જાનહાનિ નહિ

અમદાવાદના બોપલ ધુમા રોડ પર આવેલા રિતિકા ફ્લેટની કંપાઉન્ડ ની દીવાલ એકાએક ધરાશાય થઈ ગઈ હતી. બનાવની અંદર કોઈ પણ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે બીજો બનાવ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બન્યો હતો. જેમાં આનંદજી કલ્યાણજી બ્લોકમાં આવેલા ત્રણ માળના મકાનની એક ગેલેરી તેજ પવનો ફુકાતા તૂટી પડી હતી. આ બનાવમાં પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

જ્યારે ત્રીજો બનાવ અમદાવાદ ના ખોખરા વોડઁ મા આવેલા મ્યુનિસિપલ સ્લમકવાટસઁ ના બ્લોક નંબર ૨ ની બાલ્કની ધરાશયી થઈ હતી અને મકાનનો કેટલાક જજઁરિત ભાગ તુટી ને નીચે પડ્યો હતો.

IMG 20210518 WA0029 અમદાવાદમાં દીવાલ અને ગેલેરી તૂટી પડવાના ચાર બનાવો, કોઈ જાનહાનિ નહિ IMG 20210518 WA0033 અમદાવાદમાં દીવાલ અને ગેલેરી તૂટી પડવાના ચાર બનાવો, કોઈ જાનહાનિ નહિ

જજઁરિત થઈ ગયેલા વિવિધ સ્લમકવાટસઁ ના બ્લોકો મા રહેતા લોકો ભય ના ઓથાર હેઠળ રહેવા મજબુર બન્યા હતા.

રિડેવલેપમેન્ટ માટે મજુંર થયેલા આ કવાઁટસ ઓને તોડી ને નવા બનાવવા નું કામ હજુ પણ આગળ ના વધતા પડું પડું થઈ રહેલા આ મકાનો ગમે ત્યારે જજઁરિત થઈ ને કોઈ મોટી દુર્ઘટના સજાઁય તે પહેલા તેને ઉતારી લેવા સ્થાનકો ની માગ ઉઠી હતી.

સ્થાનિક કોરપોરેટર ચેતન પરમાર ના આ ઘટના ની જાણ થતા AMC ના એસ્ટેટ વિભાગ ને જાણ કરતા ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

જયારે ચોથો બનાવ અમદાવાદના પાલડી પાસેના એન આઇ ડી નજીક  દુર્ઘટના થઈ હતી. દુકાનની છત પડતા અંદર હાજર બે લોકો ઘાયલ થયા હતા. ફાયરની એક ગાડી ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.