Not Set/ વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

અરબી સમુદ્રમાં સર્જાયેલું તાવ તે વાવાઝોડું ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગુજરાત ના કાંઠે ત્રાટક્યું હતું. જે બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો હતો. રાજ્યના અનેકો જિલ્લામાં વાવાઝોડાનાં કારણે રસ્તાઓ પર ઝાડ પડેલા જોવા મળ્યા હતા.

Mantavya Exclusive
petrol 75 વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 
  • ગુજરાત માટે મોટી રાહતનાં સમાચાર
  • ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં નબળું પડી જશે વાવાઝોડુ
  • હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીની જાહેરાત
  • સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે વાવાઝોડુ
  • ઉત્તર પૂર્વ-રાજસ્થાન તરફ ફંટાશે વાવાઝોડુ
  • અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
  • અમદાવાદમાં સાંજે વાવાઝોડાની અસર વર્તાશે
  • અમદાવાદમાં ગતિ 45થી 50 કિમીની ઝડપે રહેશે
  • આગામી 24 કલાક સુધી વાવાઝોડાની અસર રહેશે
  • આવતીકાલથી વાવાઝોડાનું સંકટ ઘટી જશે

અરબી સમુદ્રમાં સર્જાયેલું તાવ તે વાવાઝોડું ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગુજરાત ના કાંઠે ત્રાટક્યું હતું. જે બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો હતો. રાજ્યના અનેકો જિલ્લામાં વાવાઝોડાનાં કારણે રસ્તાઓ પર ઝાડ પડેલા જોવા મળ્યા હતા.

વાવાઝોડાનું સંકટ / અમદાવાદ જિલ્લાનાં 4524 લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાયા

વાવાઝોડું આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે

petrol 81 વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

આપને જણાવી દઇએ કે, તાઉતે વાવાઝોડાનાં કારણે રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત માટે રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં તાઉતે વાવાઝોડું નબળું પડી જવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ આ અંગે જાણકારી આપી છે. વધુમાં તેમણે કહ્યુ કે, વાવાઝોડું આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. તાઉતે વાવાઝાડું ભલે નબળું પડે તેમ છતા રાજ્યનાં સૌથી મોટા શહેર અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. અમદાવાદમાં આજે સાંજે વાવાઝોડાની અસર વર્તાશે. દરમિયાન શહેરમાં પવનની ગતિ 45 થી 50 કિમી રહેશે. વળી મળી રહેલી માહિતી અનુસાર, આગામી 24 કલાક સુધી વાવાઝોડાની અસર રહેશે. આવતી કાલે એટલે કે બુધવારથી વાવાઝોડાનું સંકટ ગુજરાતમાં ઘટી જશે. જો કે ત્યાર બાદ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ તરફ આ તાઉતે વાવાઝોડું ફંટાશે.

@4:55 PM- વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

તાઉતે વાવાઝોડું 19 વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. કપરાડા તાલુકાનાં બાબરખડક, વડખંભા, નાનાપોંઢા વગેરે ગામડાઓમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. આ મૂસળધાર વરસાદનાં કારણે કેરીનાં પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે. ભારે પવન સાથે આવેલા આ વરસાદનાં કારણે અહી અનેક જગ્યાએ વૃક્ષો અને વિજપોલ તૂટ્યાનાં સમાચારો છે. વરસાદ પડતા વીજપુરવઠો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી બંધ છે. ગાજવીજ સાથે ઝડકાભેર વરસાદ પડી રહ્યો છે. વલસાડ જિલ્લાનાં અંતરિયાળ એવા કપરાડા તાલુકામાં મોબાઈલ નેટવર્ક સાથે વીજ પુરવઠો ખોરવાયો છે.

@4:15 PM- વલસાડમાં મૂસળધાર વરસાદ

વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે મૂસળધાર વરસાદ પડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં સતત વરસાદનાં કારણે વિઝિબિલીટી ઓછી થઇ ગઇ છે. અહી સવારથી જ ખૂબ વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં અતિ ભારે પવન સાથે મૂસળધાર વરસાદ પડી રહ્યો છે. તોફાની પવનોની સાથે સાથે વરસાદ પડી રહ્યો છે.

@4:05 PM- વાહન વ્યવહાર પર અસર

તાઉતે વાવાઝોડું 14 વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

તાઉતે વાવાઝોડાનાં કારણે રાજ્યમાં પરિવહન સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે આ નિર્ણય કર્યો છે. વાવાઝોડું ફંટાય નહીં ત્યાં સુધી પરિવહન બંધ રહેશે. ઉના-રાજુલા-મહુવામાં શેડને આંશિક નુકસાન થયુ છે. વાવાઝોડામાં રાહતકાર્ય માટે એસટી ફાળવાઇ રહી છે.

@3:20 PM- અમરેલી જિલ્લાની શેત્રુજી નદી ગાંડીતુર બની

તાઉતે વાવાઝોડું 13 વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુજી નદી ગાંડીતુર બની છે. શેત્રુજી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે અહીનાં આસપાસનાં વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. અમરેલીની સૌથી મોટી અમર ડેરીમાં પણ શેત્રુજી નદીનાં પાણી ઘૂસી ગયા છે. જેવા કારણે અમર ડેરીનો પ્લાન્ટ બંધ કરાયો છે. મળી રહેલી માહિતી અનુસાર, અમુક કર્મચારીઓ પણ ડેરીમાં ફસાયા છે. ભારે પાણીનો પ્રવાહ શેત્રુજી નદીમાંથી પસાર થઈ રહ્યો છે. વર્ષો બાદ શેત્રુજી નદીમાં આટલા મોટા પ્રમાણમાં પાણી આવ્યું છે. જો કે આ દ્રશ્યો જોઇને લોકોનાં જીવ તાળવે ચોટયા છે.

@3:15 PM- ભાવનગર જિલ્લામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો

તાઉતે વાવાઝોડું 12 વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

તાઉતે વાવાઝોડાનાં પગલે ભારે રાજ્યનાં 135 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકામાં પણ 5 ઇંચ વરસાદ પડ્યો છે. સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. આમ ગુજરાતનાં 21 તાલુકામાં 2 થી 4 ઇંચ વરસાદ અને 31 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ પડ્યો છે.

@3:10 PM- સાબરમતી નદીમાંથી પાણી છોડાયું

તાઉતે વાવાઝોડું 6 વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

અમદાવાદની સાબરમતિ નદીમાંથી પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. તકેદારીનાં ભાગરૂપે સાબરમતીમાંથી પાણી છોડાયું છે. હાલ સાબરમતીની સપાટી 134 ફૂટથી 131 ફૂટ કરાઇ છે. વરસાદી પાણીની આવક થતા 130 ફૂટ સપાટી રખાશે. અમદાવાદનાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. ઉપરાંત અમદાવાદમાં વાવાઝોડાને કારણે એસટીને પણ નુકસાન થયુ છે. વાવાઝોડાનાં પગલે 350 રૂટ રદ કરાયા છે. વળી 1 હજાર જેટલી ટ્રીપ બંધ કરાઇ છે. અંદાજે 70 લાખનું નુકસાન થવાની ભીતી છે. સૌથી વધારે નુકસાન અમરેલી જિલ્લામાં થયુ છે. અહી એક જ રાતમાં અંદાજીત 50 લાખનું નુકસાન થયુ છે.

@3:05 PM- વડોદરામાં ભારે પવનથી બેરિકેટ્સ ઉડ્યા

તાઉતે વાવાઝોડું 5 વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

વડોદરામાં તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી છે. ભારે પવન અને વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયુ છે. અહી આવેલી ગોત્રી હોસ્પિટલની ઇમારતનો કાચ ઉડીને પડતાં નર્સને ઇજા થઇ હોવાની ઘટના સામે આવી છે. ભારે પવનને કારણે રસ્તામાં મુકાયેલા બેરીકેટ્સ પણ ઉડ્યા છે. હોસ્પિટલ સંકુલમાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે. અહી પવનની ગતિ 60 કિ.મી.ની નોંધાઇ છે. જેના કારણે આ નુકસાન થયુ છે.

@2:59 PM- ઉનામાં વાવાઝોડાનાં કારણે 5 લોકો ગુમ

તાઉતે વાવાઝોડું 4 વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

ઉનામાં વાવાઝોડાને પગલે દરિયામાં 5 લોકો ગુમ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, નવા બંદર પર બોટે સમાધી લીધી છે. નવા બંદરમાંથી 20 થી 25 બોટ તણાઈ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. તાઉતે વાવાઝોડામાં 5 માછીમારો લાપતા થયા છે.

@2:55 PM- વાવાઝોડું અમદાવાદથી અંદાજીત 87 કિ.મી દૂર

તાઉતે વાવાઝોડું 2 વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

તાઉતે વાવાઝોડુ અમદાવાદ નજીક વળ્યું છે. અમદાવાદમાં પ્રવેશ થતા તાઉતે વાવાઝોડાનાં કારણે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અંદાજે 5 વાગે વાવાઝોડાની તીવ્રતા વધશે. તીવ્રતા વધતા ભારે વરસાદીની આગાહી પણ કરવામાં આવી છે. વાવાઝોડું અમદાવાદથી અંદાજીત 87 કિ.મી દૂર હોવાનુ સામે આવી રહ્યુ છે.

@2:44 PM- રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં વીજ પુરવઠાને અસર

તાઉતે વાવાઝોડું 3 વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

રાજ્યમાં તાઉતે વાવાઝોડાનાં પગલે કેટલાક જિલ્લાઓમાં વીજ પુરવઠાને અસર પડી છે. 2,437 જેટલા ગામોમાં વીજપુરવઠાને અસર પહોંચી છે તેમજ 1081 થાંભલાઓ પણ પડી ગયા છે. વીજ વિભાગની 661 ટીમો સતત કાર્યરત રહીને 484 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો છે. આ ટીમોએ વીજ સપ્લાય લાઈનો પર પડેલી વૃક્ષોની અડચણો દૂર કરવા અને પડી ગયેલા થાંભલાઓ દુરસ્ત કરવાની કામગીરી યુદ્ધનાં ધોરણે ઉપાડી છે.

@2:26 PM- જૂનાગઢમાં વાવાઝોડાથી પતરાનાં સેડ ઉડી ગયા

petrol 80 વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

જૂનાગઢમાં વાવાઝોડાથી અનેક જગ્યા પર નુકસાન થવા હોવાનુ સામે આવી રહ્યુ છે. ઉપલા દાતાર ની જગ્યાંમાં વાવાઝોડાથી પતરાનાં સેડ ઉડી ગયા છે. આ સિવાય જૂનાગઢ ભવનાથ, બાય પાસ અને ગાંધીનગર વિસ્તારમાં વૃક્ષો ધરસાઈ થયા છે. હાલ નગરપાલિકા અને વિશ્ચ હિન્દુ પરિષદ દ્વારા નુકસાનીવાળા સ્થળો પર પહોંચી કામગીરી શરૂ કરાઇ છે.

યુપી અને રાજસ્થાનમાં પવન અને ધૂળ સાથે વાવાઝોડું ત્રાટકશે

તાઉતે વાવાઝોડું વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

ચક્રવાતી વાવાઝોડાની અસરો મહારાષ્ટ્ર અને અન્ય પશ્ચિમ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં કહેર વરસાવી રહી છે, જે હવે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળી રહ્યુ છે. આગામી થોડા કલાકોમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. આઇએમડી અનુસાર રાજસ્થાનમાં વાવાઝોડાની તોફાનની અસર આજે 18 મે થી જ જોવા મળશે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાની તોફાનની અસર 19 મે નાં રોજ જોવા મળે તેવી સંભાવના છે. બંને રાજ્યોને તકેદારી સાથે ચેતવણી રાખવા જણાવવામાં આવ્યુ છે. ઉત્તર પ્રદેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં 19 મેનાં રોજ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં યુપી અને રાજસ્થાનનાં ઘણા વિસ્તારોમાં જોરદાર પવન અને ધૂળથી ભરેલુ વાવાઝોડું આવવાની સંભાવના છે. રાજસ્થાન અને યુપી, બંને રાજ્યોમાં 18 થી 20 મે એટલે કે બે દિવસ સુધી વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે.

વાવાઝોડાની અસર / નૌસેનાએ બાર્જ પરથી અત્યાર સુધીમાં 177 લોકોને બચાવ્યા

તોફાની પવનો આવતા 24 કલાકમાં આગળ વધશે

તાઉતે વાવાઝોડું 1 વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આ વાવાઝોડાની અસર મોટાભાગે દક્ષિણ રાજસ્થાનનાં વિસ્તારોમાં જોવા મળી રહી છે. મોટાભાગે જોધપુર અને ઉદેપુર વિભાગનાં જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આઇએમડીએ કહ્યું છે કે, આ વિસ્તારોમાં 200 મીમીથી વધુ વરસાદ થવાની સંભાવના છે. વળી 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર તોફાન પવન રહેશે. યુપીનાં ઝોનલ Meteorological સેન્ટરનાં ડિરેક્ટર જેપી ગુપ્તાએ સોમવારે જણાવ્યું હતું કે, વાવાઝોડાની અસર યુપીમાં પણ જોવા મળશે. 19 મેથી 20 મે સુધી રાજ્યનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તોફાની પવનો આવતા 24 કલાકમાં આગળ વધશે.

kalmukho str 14 વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા