Not Set/ ભાવનગર તાઉતેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું,રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે પહોંચ્યા જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે

તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાઈ ગુજરાતમાં પ્રવેશ્યુ હતું મોડી રાત્રે  ઉના તરફથી ભાવનગર આવી પહોંચ્યું છે અને  સવારે ૯ કલાક થી   ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ છે. ભાવનગરમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે અને અહીં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદથી ૭થી ૩ ઈંચ પાણી […]

Gujarat Others
Untitled 199 ભાવનગર તાઉતેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું,રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે પહોંચ્યા જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે

તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાઈ ગુજરાતમાં પ્રવેશ્યુ હતું મોડી રાત્રે  ઉના તરફથી ભાવનગર આવી પહોંચ્યું છે અને  સવારે ૯ કલાક થી   ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ છે.

ભાવનગરમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે અને અહીં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદથી ૭થી ૩ ઈંચ પાણી ખાબકી ગયું છે. સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને અગમચેતીના ભાગ રૂપે કેટલોક સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે.

મહુવા, ઘોઘા ઉપરાંત પાલિતાણા, ઉમરાળામાં  વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારો વાવાઝોડા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. પાલિતાણાના નવાગામ બડેલી ગામે દિવાલ તૂટી પડતાં બેના મોત થયાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે જો કે સત્તાવાર સમર્થન હજુ મળ્યું નથી.ભાવનગરમાં તાઉતેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. જેમાં સમગ્ર જિલ્લામાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા તેમજ વાવાઝોડાને પગલે જિલ્લા વહીવટી તંત્ર બન્યું વધુ એલર્ટ તેમજ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે પહોંચ્યા જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે પહોચ્યા .ભાવનગર માં અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ પર રખાય રહી છે બાજ નજર રાખશે.

મહુવા જિલ્લામાં મહુવા ખાતે 130 ની ઝડપે પવન ફૂંકાયો.જેને લઇ મહિવા સહીતના તાલુકાઓમાં ભારે તારાજી સર્જાય તેમાં જિલ્લામાં 7 હાજર થી વધુ લોકોને સલામત સ્થળે ખાસેડાયા.તેમજચાર NDRF અને અલંગ ખાતે એક SDRF ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી માટે ગોઠવી દેવાયા .હજુ હજુ સાંજે 4 વાગ્યાં સુધી પરિસ્થિતિ યથાવત રહેવાની સંભાવના જોવા મળી રહી છે .જેને પહોંચી રહેવા તંત્ર બન્યું સજ્જ  બન્યું છે .