Not Set/ મોરબીમાં પુત્રએ માતાને માર્યો માર, વિડીયો જોઈ તમારુ કાળજુ કંપી ઉઠશે

થોડા દિવસ પહેલા જ સમગ્ર વિશ્વમાં મદર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. અને આ ખાસ પ્રસંગે સોશિયલ મીડિયામાં માતા અંગેનાં પ્રેમનો ઉછાળો આવ્યો હતો.

Gujarat Others Trending
A 118 મોરબીમાં પુત્રએ માતાને માર્યો માર, વિડીયો જોઈ તમારુ કાળજુ કંપી ઉઠશે

થોડા દિવસ પહેલા જ સમગ્ર વિશ્વમાં મદર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. અને આ ખાસ પ્રસંગે સોશિયલ મીડિયામાં માતા અંગેનાં પ્રેમનો ઉછાળો આવ્યો હતો. પરંતુ હાલ મોરબી જીલ્લામાં સમાજમા લાંછન રૂપ ચકચારી ઘટના બહાર આવી છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પુત્ર માતાને ઢસડીને સાવરણીથી માર મારતો દેખાય છે. આ વીડિયો મોરબીના કાતિપુર ગામનો છે. આ વીડિયો જોઇને લોકો પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થતાની સાથે મોરબીનાં એસપી સુબોધ ઓડેદરાએ તપાસનાં આદેશ આપ્યા છે.

https://twitter.com/mantavyanews/status/1391996048499900417?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1391996048499900417%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fmantavyanews2Fstatus2F1391996048499900417widget%3DTweet

આ પણ વાંચો :એવુ શું બન્યુ કે બાયડ નગરપાલિકામાં બે મહિનામાં 5 કર્મચારીઓએ ધડાધડ રાજીનામાં ધરી દીધા?

આ વિડીયો જોયા બાદ કહી શકાય છે કે, કળીયુગ તેની ચરમસીમા પર પહોંચી ગયો છે. સંબંધોમાં લોકો મર્યાદા ભૂલી રહ્યાં છે. લોકો સંબંધોની લજવી રહ્યાં છે. ત્યારે મોરબીમાં એક દીકરો સાવરણી લઈને પોતાની જ માતા પર તૂટી પડ્યો. દીકરો એવો શેતાન બની ગયો કે, તેણે માતાને સાવરણીના ફટકા માર્યા હતા. શું નાના દીકરાના ઘરે જવુ એ માતાનો ગુનો હતો કે, મોટા દીકરાએ માતાને ઘરની બહાર બોલાવીને સાવરણાના ફટકા માર્યા હતા.

આ પણ વાંચો :લાબડિયા પરિવારને આત્મહત્યા માટે મજબૂર કરનાર કારખાનેદાર રિમાન્ડ પર, વકીલના પરિવારજનોની પૂછપરછ

કાંતિપુર ગામમાં વૃદ્ધ માતાને દીકરો માર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેમા રંભાબેન પરમાર નામની વૃદ્ધ માતાને તેમનો મોટો દીકરો મનસુખ પરમારે સાવરણીથી માર માર્યો હતો. થોડા દિવસો પહેલા રંભાબેન નાના દીકરાના ઘરે ગયા હતા. તેથી આ કારણે મોટો દીકરો ગુસ્સે થયો હતો અને મોટા દીકરાએ આવીને તેમને માર માર્યો હતો. સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ છે. આ વીડિયો મોરબીનાં કાંતિપુર ગામનો છે જેની પુષ્ટી ગામનાં સરપંચ ઇશ્વરભાઇએ કરી છે. આ વીડિયો આશરે 20 દિવસ પહેલાનો છે તેવું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :અત્યાર સુધી રાજ્યમાં 2 લાખ મોત-સરકાર આંકડા છુપાવે છે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનો દાવો

kalmukho str 8 મોરબીમાં પુત્રએ માતાને માર્યો માર, વિડીયો જોઈ તમારુ કાળજુ કંપી ઉઠશે