Kutch/ અંજાર ખાતે રૂપિયા 24 લાખનો દારૂ ઝડપાયો

કચ્છના અંજાર તાલુકાના ચંદિયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં કટિંગ વખતે દરોડો પાડી ૨૪.૧૨ લાખના શરાબ સાથે ટ્રક, કાર, બાઈક સહિત ૫૧.૬૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Gujarat Others
Untitled 22 7 અંજાર ખાતે રૂપિયા 24 લાખનો દારૂ ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કહેવાય છે કે, સૌથી વધુ દારૂ ગુજરાતીઓ જ પીતા આવ્યા છે. કહેવાય છે કે, રાજ્યમાં કોઇ પણ સ્થળે તમને દારૂ મળી જશે. ગુજરાતમાં દારૂબંધી તો છે. પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં રોજ  લાખ્ખો રૂપિયાનો દારૂનો જથ્થો પોલીસ ઝડપી પાડે છે. તો સામે દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બૂટલેગરો નવી-નવી મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે. યેન કેન પ્રકારે લોકો દારૂનું વેચાણ કરતા જ  હોય છે.

તો આજ રોજ મંગળવારે કચ્છના અંજાર તાલુકાના ચંદિયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં કટિંગ વખતે દરોડો પાડી ૨૪.૧૨ લાખના શરાબ સાથે ટ્રક, કાર, બાઈક સહિત ૫૧.૬૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મધરાત્રે ૩ વાગ્યાના અરસામાં ચંદિયાના સીમાડે કુલદીપસિંહ ભરતસિંહ સરવૈયા અને તેના ભાઈ યુવરાજસિંહ ઊર્ફે શક્તિસિંહ (બંને રહે. માધવનગ૨, અંજાર)ના કબ્જા ભોગવટાની વાડીમાં પોલીસ ટૂકડી સાથે દરોડો પાડ્યો હતો.

ટ્રકમાંથી શરાબનું કટિંગ કરાતું હતું તે ટાંકણે જ પોલીસ ત્રાટકતાં સ્થળ પર હાજર પાંચ જણા ઊભી પૂંછડીએ નાસી ગયા હતા. જો કે, પોલીસે યેશ વેલજીભાઈ સોલંકી (રાજપૂત) નામના માંડવી તાલુકાના દરશડીના ૩૩ વર્ષિય યુવકને રંગેહાથ દબોચી લીધો હતો.

આરોપીઓ ટ્રકમાંથી માલ ઉતારીને વાડીમાં બનાવેલાં અંડરગ્રાઉન્ડ ટાંકામાં રાખતાં હતા. પોલીસે ટ્રક, કાર અને અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી કુલ ૫૩૬ પેટીમાં પેક ૬૪૩૨ નંગ મેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડના શરાબની બાટલીઓ જપ્ત કરી હતી. એક બોટલની બજાર કિંમત ૩૭૫ લેખે કુલ ૨૪ લાખ ૧૨ હજારનો શરાબનો જથ્થો જપ્ત કરાયો છે.

ગુજરાત ચૂંટણી/ પંજાબમાં ભવ્ય જીત બાદ હવે AAPની  ગુજરાત માટે આવી છે તૈયારીઓ

Life Management / ભિખારીએ શેઠ પાસે પૈસા માંગ્યા, શેઠે કહ્યું, “બદલામાં તમે મને શું આપશો? આ સાંભળીને ભિખારીએ શું કર્યું?

અનોખી હોળી / બરસાનામાં રમાય છે લઠ્ઠમાર હોળી, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા, જાણો છો આ ખાસ વાતો?

આસ્થા / 15 માર્ચથી 14 એપ્રિલ સુધી સૂર્ય મીન રાશિમાં રહેશે, તમારા અંગત જીવન પર કેવી અસર પડશે, જાણો

Mundra/ NIAએ જણાવ્યું કે ગુજરાતમાં પકડાયેલા 3 હજાર કિલો હેરોઈનનું કનેક્શન શું છે ?