Not Set/ દાહોદ વોહરા સમાજ ના એક પરિવારના 5 સભ્યો નો આપઘાત

દાહોદ વોહરા સમાજના એકજ પરિવારના 5 સભ્યો એ ઝેરી દવાપી આત્મહત્યા કરી લેતા દાહોદ શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.દાહોદ શહેરના સુજાઈ બાગ વિસ્તારમાં એક વયેપરી દંપતીએ પોતાની ત્રણ બાળકીઓ સાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર દાહોદમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. જો સમગ્ર ઘટનાની ચર્ચા કરીએ ટી દાહોદ સુજાઈ બાગમાં રહેતા વેપારી સેફીભાઈ વરઝર વાળાએ પોતાની […]

Gujarat Others
8cdacef1b832ef8435fcad964c845c1c દાહોદ વોહરા સમાજ ના એક પરિવારના 5 સભ્યો નો આપઘાત

દાહોદ વોહરા સમાજના એકજ પરિવારના 5 સભ્યો એ ઝેરી દવાપી આત્મહત્યા કરી લેતા દાહોદ શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.દાહોદ શહેરના સુજાઈ બાગ વિસ્તારમાં એક વયેપરી દંપતીએ પોતાની ત્રણ બાળકીઓ સાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર દાહોદમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

જો સમગ્ર ઘટનાની ચર્ચા કરીએ ટી દાહોદ સુજાઈ બાગમાં રહેતા વેપારી સેફીભાઈ વરઝર વાળાએ પોતાની પત્ની અને ત્રણ બલોકો સાથે ઝેરી દવા પી ને જીવન ટૂંકાવ્યું હતું. વહેલી સવારે 7થઈ 7.30 વાગ્યાના સમયે સૈફીભાઈ ના માતા પિતા પોતાની પુત્રીના ઘરે થઈ પરત ફરી અને સૈફીભાઈ ની ઘરે પહોંચ્યા હતા જ્યાં તેઓ ઘરનો દરવાજો ખુલ્લો મળતા તેઓ ઘરમાં પ્રવેશી ને જોતા જ બંને જણાએ બુમો પડી હતી અને પોતાના પુત્ર અને તેની પત્ની અને દીકરીઓ ની લાશ જોઈ ને આક્રંદ કર્યું હતું.

આ મામલાની જાણ પાડોશી દ્વારા પોલીસને કરાતા દાહોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ મોકલી આપે હતી. જ્યારે દાહોદ જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળ ની મુલાકાત લીધા બાદ અને પ્રાથમિક તપાસ કર્યા પછી જણાવ્યું હતું કે આ મામલો પ્રાથમિક તબ્બકે રૂપિયા લેતીદેતીનો જણાય છે . 

દાહોદ પોલીસે આ પરિવારે આતમહત્યા પૂર્વે કોઈ સ્યુસાઈડ નોટ લખી છે કે કેમ તેની શોધખોળ હાથ ધરી છે. બીજીબાજુ દાહોદ પોલીસે મૃતકોના મોબાઈલ ફોનમાં આવેલા ફોન અને મેસેજને લઈને પણ તપાસ કરી છે. મૃતક પરીવારના સબંધી, પડોશી અને મિત્રોને પુછપરછ કરીને આત્મહત્યાનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયુ નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આર્થિક સંકડામણને લઈને આ પરીવારે સામૂહીક આત્મહત્યા કરાઈ છે.

મૃતકના નામ 

સૈફીભાઈ દૂધિયાવાલા – 42 વર્ષ

મેજબિન દૂધિયાવાલા – 35 વર્ષ

અરવા – 16 વર્ષ

જૈનબ -16 વર્ષ

હુસૈન – 7 વર્ષ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.