અમદાવાદ/ લગ્ન સમારોહમાં જઈ રહ્યા છો, તો રસીનું પ્રમાણપત્ર ચોક્કસથી સાથે રાખજો, નહીં તો..

અમદાવાદ માનપાનાં આરોગ્ય વિભાગે લગ્ન સમારોહમાં હાજર લોકોનું રસીને લઈ ચેકિંગ હાથ ધર્યું છે.

Top Stories Ahmedabad
રાજકોટ 1 લગ્ન સમારોહમાં જઈ રહ્યા છો, તો રસીનું પ્રમાણપત્ર ચોક્કસથી સાથે રાખજો, નહીં તો..

હાલમાં લગનસરા ની મોસમ જામી છે. જ્યાં જુવો ત્યાં લગ્ન સમારોહ કે વરઘોડા નજરે ચઢી રહ્યા છે. લોકો પણ બિન્દાસ બની લગ્નની મઝા માણી રહ્યા છે. રાજ્યમાં ઓમીક્રૉન  વાઇરસની એન્ટ્રી થઈ ચુકી છે. ત્યારે amc નું આરોગ્ય વિભાગ પણ સજાગ બન્યું છે.  રસી લીધા વિના લગ્ન સમારોહમાં મહાલતા લોકો ઉપર amc આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે.

અમદાવાદ માનપાનાં આરોગ્ય વિભાગે લગ્ન સમારોહમાં હાજર લોકોનું રસીને લઈ ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં અમદાવાદમાં વિવિધ લગ્ન સમારોહના સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રાજપથ ક્લબ અને ગ્રાન્ડ આર્યમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.  જેઓએ રસી નથી લીધી તે લોકોને સ્થળ ઉપર જ રસી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના કેસમાં પણ ધીમી ગતિ એ વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દૈનિક નોંધાતા કેસની સંખ્યા પણ હવે વધી રહી છે. જે દૈનિક 40-50 ની વચ્ચે જોવા મળી રહી છે. સાથે રાજ્યમાં ઓમીક્રૉન ની પણ એન્ટ્રી થઇ  ચુકી છે. અને રાજ્યમાં ઓમીક્રૉન શંકાસ્પદ કેસમાં પણ સતત વધારો થઇ  રહ્યો છે. તો દેશમાં પણ ઓમીક્રૉન સંક્રમીટોની સંખ્યા 23 ને  પાર પહોંચી ચુકી છે.

ડેલ્ટા વેરિયન્ટ કરતા વધુ ઝડપથી ફેલાતા ઓમિક્રોનને લઈને સમગ્ર વિશ્વમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઓમિક્રોનના સંભવિત દર્દીઓ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

રાજ્યમાં મળી આવેલા ઓમીક્રોન વાયરસ મામલે અમદાવાદમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એશિયાની સૌથી મોટી સિવિલના 1200 બેડમાં ઓમીક્રોન વોર્ડ ઉભો કર્યો છે. જેમાં વિદેશથી આવેલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લીધા બાદ ઓમીક્રોનવોર્ડમાં આઇસોલેટ રાખવામાં આવશે. આ વોર્ડમાં 25 બેડ અલગથી ઉભા કરવામાં આવ્યા છે.

Crime / રાજકોટમાં સાધુની ગળુ કાપી હત્યા કરાયેલી લાશ મળી આવી

સેવા પરમો ધર્મ / જામનગરનો યુવાન વતનની વહારે, નોકરીમાં રજા મૂકી ઉમેદવારોને આપે છે ટ્રેનિંગ

Crime / MLAને અપમાનિત કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં કરાઇ પોસ્ટ, અજાણ્ય શખ્સ વિરૂધ નોંધાઈ ફરિયાદ

પૌરાણિક કથા / ખરમાસમાં ઘોડાને સ્થાને ગધેડા સૂર્યદેવનો રથ હંકારે છે, ખૂબ જ રસપ્રદ છે કથા 

મહાભારત / અભિમન્યુ કયા ભગવાનનો અવતાર હતો, જન્મ પહેલાં જ તેનું મૃત્યુ કેમ નક્કી થઈ ગયું?

હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો