Not Set/ રાહુલ ગાંધીએ નાણાં મંત્રીના નિર્ણય પર ઉઠાવ્યા સવાલો, તો ભાજપે કહ્યું- મૂર્ખ છે

ભારતીય જનતા પાર્ટીના નેતા શાહનવાઝ હુસેને કહ્યું કે, જ્યારે યુપીએ 10 વર્ષના શાસનમાં દેશની તિજોરી લૂંટી ત્યારે રાહુલ ગાંધી શાંત હતા. મોદી સરકારમાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં આવી રહી છે. નિર્મલા સીતારામણે હમણાં જ ઘોષણા કરી છે, ત્યારથી બજારમાં ભારે ઉત્તેજના છે. આપણી અર્થવ્યવસ્થા વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થા કરતા ઘણી સારી છે. ભારતીય જનતા પાર્ટીના […]

Top Stories India
SHAHNAWAZ HUSSAIN રાહુલ ગાંધીએ નાણાં મંત્રીના નિર્ણય પર ઉઠાવ્યા સવાલો, તો ભાજપે કહ્યું- મૂર્ખ છે

ભારતીય જનતા પાર્ટીના નેતા શાહનવાઝ હુસેને કહ્યું કે, જ્યારે યુપીએ 10 વર્ષના શાસનમાં દેશની તિજોરી લૂંટી ત્યારે રાહુલ ગાંધી શાંત હતા. મોદી સરકારમાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં આવી રહી છે. નિર્મલા સીતારામણે હમણાં જ ઘોષણા કરી છે, ત્યારથી બજારમાં ભારે ઉત્તેજના છે. આપણી અર્થવ્યવસ્થા વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થા કરતા ઘણી સારી છે.

ભારતીય જનતા પાર્ટીના નેતા શાહનવાઝ હુસેને સવાલ પૂછ્યો કે, શું પીએમ મોદી અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અર્થવ્યવસ્થાને સમજી શકતા નથી અને રાહુલ ગાંધી ખૂબ જ સમજદાર છે…?  હકીકતમાં, રાહુલ ગાંધીએ દેશના આર્થિક સંકટ પર કહ્યું હતું કે પીએમ મોદી અને નાણાં પ્રધાન સ્વનિર્મિત આર્થિક સંકટનું  સમાધાન મેળવવા અસમર્થ દેખાઈ રહ્યા છે.

ભાજપ નેતાએ કહ્યું કે યુપીએ સમય દરમિયાન કરોડોના કૌભાંડો થયા છે. આજે નાણાં બેંકોમાં જઇ રહ્યા છે અને યોજનાઓમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે. તેઓ તેને ચોરી કહે છે. હું રાહુલ ગાંધીને હું કહીશ ક્કે ‘लम्हों ने की खता थी, सदियों ने सज़ा पाई’  કોંગ્રેસની ભૂલો સુધારવામાં સમય લાગી રહ્યો છે. આપણી અર્થવ્યવસ્થા ટ્રેક પર છે કોઈને ચિંતા કરવાની જરૂર નથી.

તેમણે કહ્યું કે રાહુલ ગાંધી માત્ર રાજકારણ કરી રહ્યા છે. આજકાલ તેની પાસે એક જ કામ છે. સવારે નિવેદન આપો. રાહુલ ગાંધી જણાવો સરકારે શું કરવું જોઈએ? જો સરકાર રાહુલ ગાંધીએ જણાવેલા કામ કરે તો, તે તેમાં પણ ઉણપ કાઢશે. કારણ કે તેમનું કામ જ નિંદા કરવાનું  છે.

શાહનવાઝ હુસેને કહ્યું કે, પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને જ નહીં પરંતુ આખી દુનિયાને કહ્યું છે કે જો આપણે પાકિસ્તાન સાથે વાત કરીશું તો અમે ફક્ત પીઓકે પર વાત કરીશું.

પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પના હાથને હાથમાં રાખીને, આંખમાં આંખથી અને 56 ઇંચની છાતી સાથે સ્પષ્ટ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન પરસ્પર વાતચીત કરીને તમામ મુદ્દાઓનું સમાધાન કરી શકે છે. કોઈ પણ ત્રીજા દેશની મધ્યસ્થીની જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.