અમદાવાદ/ ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર, કેજરીવાલની મુસ્લિમ ટોપી સાથેના રાજ્યભરમાં લાગ્યા બેનર

કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ”હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ” તેવું લખવામાં આવ્યું. આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર તેવું બેનરમાં લખવામાં આવ્યું. રાજકોટમાં ચૂંટણી પહેલાં બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ.

Ahmedabad Gujarat
કેજરીવાલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં પોસ્ટર વોર જોવા મળી રહ્યું છે. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ”હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ” તેવું લખવામાં આવ્યું. આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર તેવું બેનરમાં લખવામાં આવ્યું. રાજકોટમાં ચૂંટણી પહેલાં બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ.

ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા છે. રાજકોટ અને વડોદરામાં પણ બેનરો લાગ્યા છે. જેમાં ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’નું પોસ્ટરમાં લખાણ લખાયું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વડોદરામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરમાં તેઓના વિરુદ્ધમાં વિવિધ વિસ્તારોમાં બેનર લગાવવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જાણ થતા આમદની પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખંડેરાવ માર્કેટ પાસે લગાવવામાં આવેલા બેનર ને ફાડી નાખવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટી દ્વારા અજાણી ઈસમ દ્વારા લગાવવામાં આવેલા બેનર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરા શહેરમાં આવેલા ખંડેરાવ માર્કેટ પાસે લગાવવામાં આવેલા બે બેનરો ફાડી નાખવામાં આવ્યા હતા.આમ આદમી પાર્ટીના મયંક શર્મા વડોદરા શહેર પ્રમુખ દ્વારા લીગલ એક્શન કાર્યવાહી કરવાની તૈયારી બતાવી હતી

કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. વાયરલ વીડિયોમાં મંત્રી દેવી-દેવતાઓને નહીં માનવાના શપથ લેવડાવતા દેખાઈ રહ્યા છે. મોટા સમાચાર એ છે કે, કેજરીવાલ પોતાના મંત્રીથી નારાજ છે. મંત્રીના વાયરલ વીડિયોને લઈને હવે આમ આદમી પાર્ટી ભાજપના નિશાને છે. ભાજપે મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને મંત્રી પદેથી હટાવવાની માંગ કરી છે.

કેજરીવાલનાં મત્રી  રાજેન્દ્રપાલ ગૌતમ જે એક કાર્યક્રમની અંદર હાજરી આપી. કાર્યક્રમની અંદર શપત લેવડાવામાં આવે છે હું ભગવાન કૃષ્ણ માનીશ નહી. ભગવાન વિષ્ણુને માનીશ નહી. ભગવાન રામ , ભગવાન શંકરને પણ માનીશ નહીં. ભગવાન માનવાનો ઈનકાર કરવાનો શપથ લેવડાવમાં આવ્યા અને ધર્માંતરણ પણ કરવામાં આવ્યુ. જોકે, એબીપી અસ્મિતા આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.

આ બેનર્સમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ટોપી પહેરાવી બેનરમાં ફોટો છાપ્યો છે. તો અરવિંદ કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ’ તેવું લખવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ તેવું પણ કેટલાક બેનરમાં લખવામાં આવ્યું છે. આમ, ગુજરાતમાં એકતરફ આપના જોરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે.

આ પણ વાંચો:સાયલાના ડોળીયા પાસે ધાંધલપુર ગામનાં પૂર્વ સરપંચ પર ફાયરિંગ

આ પણ વાંચો:રાજકોટના બ્રહ્મ સમાજના યુવા અગ્રણી હર્ષિત જાની પર જીવલેણ હુમલો

આ પણ વાંચો:રશિયા દ્વારા યુક્રેન પર પરમાણુ હુમલાની શક્યતા, બિડેને પુતિનની ધમકીઓ વિશે આપી ચેતવણી