Shahibaug Ahmedabad/ ધોરણ 8માં વિદ્યાર્થીઓ પાસ પણ ધોરણ 9માં એડમિશનનો ઈન્કાર

અમદાવાદની રાજસ્થાન હિન્દી સ્કૂલમાં થયો હોબાળો

Gujarat Ahmedabad
Beginners guide to 2024 04 23T155058.917 ધોરણ 8માં વિદ્યાર્થીઓ પાસ પણ ધોરણ 9માં એડમિશનનો ઈન્કાર

Ahmedabad News : અમદાવાદની રાજસ્થાન હિન્દી સ્કૂલમાં એડ્મિશન મામલે હોબાળો મચ્યો છે. જેમાં ધો.8 માં પાસ થયેલા વિદ્યાર્થીઓને ધો.9 માં એડમિશન આપવાનો ઈન્કાર કરાતા વાલીઓ રોષે ભરાયા છે.

વાલીઓએ શાહીબાગ સ્થિત રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. વાલીઓનું કહેવું છે કે સ્કૂલમાં શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં એડમિશન લેવા સુચના અપાઈ છે.

તે સિવાય વિદ્યાર્થીઓને હિન્દીને બદલે ઈગ્લિશ માધ્યમમાં એડમિશન લેવા જણાવાયું છે. જેને કારણે 56 વિદ્યાર્થીઓના એડમિશન અટક્યા છે.

ધો.8માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને ધો.9માં લેવાનો સ્કૂલે ઈન્કાર કર્યો હતો. જેને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ