Not Set/ ગોધરા શહેરમાં વસતા ટ્રાન્સજેન્ડરનેવિશેષ ઓળખપત્ર અપાયા

રાહુલ ભાવસાર,મંતવ્ય ન્યુઝ-ગોધરા સમાજમાં સ્ત્રી પુરુષ વચ્ચે વસવાટ કરતા ટ્રાન્સજેન્ડર પણ સૌ લોકો વચ્ચે જોડાઈ શકે, તેઓને પણ સમાન અધિકાર મળી શકે તે માટે રાજ્યસરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર એકટ પ્રોટેકશન ઓફ રાઇટ્સ – ૨૦૧૯ બહાર પાડવામાં આવ્યો હતો. આ કાયદા અંતર્ગત રાજ્યમાં વસતા ટ્રાન્સજેન્ડરના હકો અને અધિકારોનું રક્ષણ કરવાનો મૂળ ઉદ્દેશ્ય હતો. આ કાયદા અન્વયે ટ્રાન્સજેન્ડરને […]

Gujarat Others
Untitled 49 ગોધરા શહેરમાં વસતા ટ્રાન્સજેન્ડરનેવિશેષ ઓળખપત્ર અપાયા

રાહુલ ભાવસાર,મંતવ્ય ન્યુઝ-ગોધરા

સમાજમાં સ્ત્રી પુરુષ વચ્ચે વસવાટ કરતા ટ્રાન્સજેન્ડર પણ સૌ લોકો વચ્ચે જોડાઈ શકે, તેઓને પણ સમાન અધિકાર મળી શકે તે માટે રાજ્યસરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર એકટ પ્રોટેકશન ઓફ રાઇટ્સ – ૨૦૧૯ બહાર પાડવામાં આવ્યો હતો. આ કાયદા અંતર્ગત રાજ્યમાં વસતા ટ્રાન્સજેન્ડરના હકો અને અધિકારોનું રક્ષણ કરવાનો મૂળ ઉદ્દેશ્ય હતો.

Untitled 50 ગોધરા શહેરમાં વસતા ટ્રાન્સજેન્ડરનેવિશેષ ઓળખપત્ર અપાયા

આ કાયદા અન્વયે ટ્રાન્સજેન્ડરને તેઓનું જાતિ અંગેનું વિશેષ ઓળખપત્ર જિલ્લા કલેકટરશ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે જેથી આ વર્ગ પણ સરકારની મહત્વની યોજનાઓનો લાભ મેળવી શકે. પંચમહાલ જિલ્લામાં આ કાયદા હેઠળ ગોધરા શહેરમાં વસતા છ જેટલા ટ્રાન્સજેન્ડરને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે ગોધરાના પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેનાના હસ્તે ઓળખપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઓળખપત્ર દ્વારા મહત્વના એવા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિતના અન્ય દસ્તાવેજો સરળતાથી મેળવી શકાશે. પંચમહાલ જિલ્લામાં સૌ પ્રથમ છે જેટલા ટ્રાન્સજેન્ડરને આ પ્રકારના ઓળખપત્ર ઇસ્યુ કરવામાં આવ્યા છે, જિલ્લામાં જે પ્રમાણે અરજી મળશે તેમ આ પ્રકારના વિશેષ ઓળખપત્ર ઇસ્યુ કરવામાં આવશે. ટ્રાન્સજેડર્સ કમ્યુનિટીને મુખ્ય પ્રવાહમાં ભળવામાં આ પ્રકારની પહેલને કારણે મદદરૂપ બનશે તેવી લાગણી પ્રાંત અધિકારીશ્રીએ વ્યક્ત કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ