Not Set/ સુરતઃ ભાજપના બે કાર્યકર્તાની ઘરપકડ, હાર્દિકની પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાની ધમકી

સુરતઃ પાસ કાર્યકર્તા વિજય માંગુકીયા પર હૂમલો કરનાર ભાજપના બે કંતી સાંગલીયા અને ઋષિ પટેલ નામના કાર્યકર્તાની સુરત પૂણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પાસ કન્વીર હાર્દિક પટેલ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા માટે જવાનો છે. ત્યારે તે સરથાણા પોલીસ સ્ટેશનો ઘેરાવો કરશે. દર ગુરુવારે તેને હાઇકોર્ટના આદેશ મુજબ ક્રાઇમબ્રાન્ચમાં હાજરી પુરાવાની હોય છે. […]

Gujarat
21391 સુરતઃ ભાજપના બે કાર્યકર્તાની ઘરપકડ, હાર્દિકની પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાની ધમકી

સુરતઃ પાસ કાર્યકર્તા વિજય માંગુકીયા પર હૂમલો કરનાર ભાજપના બે કંતી સાંગલીયા અને ઋષિ પટેલ નામના કાર્યકર્તાની સુરત પૂણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

પાસ કન્વીર હાર્દિક પટેલ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા માટે જવાનો છે. ત્યારે તે સરથાણા પોલીસ સ્ટેશનો ઘેરાવો કરશે. દર ગુરુવારે તેને હાઇકોર્ટના આદેશ મુજબ ક્રાઇમબ્રાન્ચમાં હાજરી પુરાવાની હોય છે. પાસના કાર્યકર્તા પર હૂમલાને પગલે હાર્દિકે 9 ફેબ્રુઆરીએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાની ધમકી ઉચ્ચારી હતી.

યુવા ભાજપ પ્રદેશ પ્રમુખની રેલી દરમિયાન વિરોધ કરનાર પાસના વિજય માંગુકીયા સહિતાના કાર્યકરો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ ભાજપના કાર્યકરે વિજય માંગુકીયાને માર મારીને લોહી લૂહાણ કરતા પોલીસ ફક્ત એનસી ફરિયાદ લઇને મામલો નિપટાવી દીધો હતો.  જેથી રોષે ભરાયેલા પાસ દ્વારા કન્વીનર હાર્દિક પટેલની દોરવણીમાં પુણા પોલીસ મથકનો ઘેરાવ કરવાની ધમકી આપી હતી.

મથકને  પોલીસ સ્ટેશનને ઘેરાવો કરવાની ધમકી સામે પોલીસે આજે સાંજથી એસઆરપી અને પોલીસ સ્ટાફનો લોખંડી  બંદોબસ્ત ખી દેવામાં આવ્યો છે. સરથાણા નાકાથી પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ઋત્વિજ પટેલની સ્વાગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો વિરોધ કરીને પાસના કાર્યકરોએ ઋત્વિજ પટેલને તમાચો મારીને ઇંડા, ટામેટા ફેંક્યા હતાં. પોલીસની હાજરીમાં સર્જાયેલી અંધાધીંના કારણે  ફરજમાં રૂકાવટ મુજબનો સરથાણઆ પોલીસને ગુનો નોધીને વિજય માંગુકીયા સહિત 19 પાસના કાર્યકરોની અટક કરી હતી. જ્યારે ભાજપના કાર્યકરોએ વિરોધ કરનાર વિજય માંગુકીયાને માર મારીને કપડા ફાડી નાંખ્યા હતા.