જૂનાગઢ/ મેંદરડા દલિત હત્યા મામલે ગૃહમંત્રીના રાજીનામાની કરાઈ માગ

કોંગ્રેસના ધારાસભ્ય નૌષધ સોલંકી અને જીગ્નેશ મેવાણીએ હાજરી આપીને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે આગામી દિવસોમાં હત્યારાઓને પકડી પાડવાની રાજ્ય સરકારને મહેતલ આપી છે જો સરકાર જયસુખ ભાઈના હત્યારાઓને નહિ પકડે તો સમગ્ર રાજ્યના દલિતો માર્ગ પર ઉતરીને સરકાર વિરુદ્ધ જન આંદોલન શરૂ કરશે.

Gujarat Others
મેંદરડા

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખીજડીયા ગામમાં આજથી પંદર દિવસ પૂર્વે દલિત યુવાન જયસુખભાઇ ની હત્યા કરી દેવામાં આવી હતી ત્યાર બાદ આજદિન સુધી જયસુખ ભાઈના હત્યારાઓ પોલીસની પકડમાં નહીં આવતા આજે મેંદરડા ખાતે દલિત સમાજની મહારેલી અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌષધ સોલંકી અને જીગ્નેશ મેવાણીએ હાજરી આપીને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે આગામી દિવસોમાં હત્યારાઓને પકડી પાડવાની રાજ્ય સરકારને મહેતલ આપી છે જો સરકાર જયસુખ ભાઈના હત્યારાઓને નહિ પકડે તો સમગ્ર રાજ્યના દલિતો માર્ગ પર ઉતરીને સરકાર વિરુદ્ધ જન આંદોલન શરૂ કરશે.

અ 49 2 મેંદરડા દલિત હત્યા મામલે ગૃહમંત્રીના રાજીનામાની કરાઈ માગ

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખીજડીયા ગામના દલિત વ્યક્તિ જયસુખભાઇ ની કેટલાક અજાણ્યા શખ્સોએ હત્યા નીપજાવી હતી જેના આજે પંદર દિવસ કરતા વધુ સમય વીતી ચૂક્યો છે તેમ છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યા છે જેના વિરોધમાં આજે મેંદરડા પટેલ સમાજ ખાતે દલિત સમાજનું મહા સંમેલન યોજવામાં આવ્યું હતું આ સંમેલનમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દલિત સમાજના અગ્રણી નેતાઓ અને કોંગ્રેસના ધારાસભ્ય નૌષાધ સોલંકી અને જીગ્નેશ મેવાણી એ હાજરી આપીને જયસુખ ભાઈના હત્યારાઓને તાકીદે પકડી પાડવામાં આવે તેવી માંગ કરી છે.

અ 49 3 મેંદરડા દલિત હત્યા મામલે ગૃહમંત્રીના રાજીનામાની કરાઈ માગ

રાજ્ય સરકારને ચીમકી આપતાં જણાવ્યું છે કે રાજ્યના ગૃહ પ્રધાન રાજીનામું આપે અને આગામી કલાકોમાં હત્યામાં સામેલ આરોપીઓને તાકીદે પકડી પાડવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યનો દલિત સમાજ જયસુખભાઇ ને ન્યાય અપાવવા માટે માર્ગ પર ઉતરી પડશે અને તેના માટેની જવાબદારી એકમાત્ર રાજ્ય સરકારની હશે જ્યાં સુધી સરકાર હત્યારાઓને પકડશે નહીં ત્યાં સુધી દલિત સમાજ સરકાર અને હત્યારાઓ વિરુદ્ધ જલદ અને ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ચીમકી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઉચ્ચારી છે.

અ 49 4 મેંદરડા દલિત હત્યા મામલે ગૃહમંત્રીના રાજીનામાની કરાઈ માગ

એક તરફ સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તેની વચ્ચે રાજસ્થાન અને ગુજરાતમાં દલિત સમાજના કિશોર અને યુવાનની ઘાતકી હત્યા આઝાદીના અમૃત મહોત્સવને જાખપ લગાડી રહી છે જીગ્નેશ મેવાણી એ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજસ્થાનમાં કિશોરની હત્યાના વિરોધમાં પણ દલિત સમાજ આરોપીઓ વિરુદ્ધ આંદોલન કરી રહ્યો છે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં પણ અમે વિરોધ કરેલો છે અને રાજસ્થાન બાદ ગુજરાત ની રાજ્ય સરકાર વિરુદ્ધ પણ અને ઉગ્ર આંદોલન કરીશું જ્યાં સુધી મૃતક જયસુખ ભાઈ મુછડીયા ને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી રાજ્યની સરકાર વિરુદ્ધ સમગ્ર દલિત સમાજ ઉગ્ર આંદોલન કરશે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ જ્ઞાતિ-જાતિના સમીકરણ રાજ્યની સરકાર રચી રહી છે તેના પર પણ દલિત સમાજ ખૂબ મોટો પ્રહાર કરશે અને રાજ્યની સરકાર ને દલિતો વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારોને અટકાવવા ઘટાડવા અને આરોપીને સજા અપાવવા સુધી મજબૂર કરશે તેમ છતાં રાજ્યની સરકાર જો જયસુખ ભાઈ મુછડીયા ના હત્યારાઓને પકડવામાં નિષ્ફળ રહેશે તો સમગ્ર દેશનો દલિત સમાજ રસ્તા પર ઊતરશે અને તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી ને જયસુખ ભાઈ મુછડીયા ના હત્યારાઓને પકડી પાડવામાં આવે તેવી માંગ કરી છે.

આ પણ વાંચો:વડોદરામાંથી મળી આવ્યું કરોડો રૂપિયાનું ડ્રગ્સ, જાણો કેવી રીતે ઝડપાયું

આ પણ વાંચો:પેસેન્જર બસ ઓઈલ ટેન્કર સાથે અથડાઈ, 20થી વધુ લોકો દાઝી ગયા

આ પણ વાંચો:આવતીકાલથી 2 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ મળશે દૂધ, અમૂલ બાદ મધર ડેરીએ પણ વધાર્યા ભાવ