Electoral bond/ ઈલેક્ટોરલ બોન્ડ મામલે TMC અને JDU પક્ષનો ચૂંટણી પંચ સમક્ષ વિચિત્ર ખુલાસો

ઈલેક્ટોરલ બોન્ડ્સ વિશેની માહિતી પ્રકાશમાં આવ્યા પછી, રાજકીય આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોનો દોર ચાલુ છે. ચૂંટણી પંચે ગઈકાલે વિવિધ રાજકીય પક્ષો દ્વારા સબમિટ કરેલા સીલબંધ પરબિડીયાઓની માહિતી જાહેર કરી હતી.

Top Stories India
YouTube Thumbnail 2024 03 18T123639.220 ઈલેક્ટોરલ બોન્ડ મામલે TMC અને JDU પક્ષનો ચૂંટણી પંચ સમક્ષ વિચિત્ર ખુલાસો

ઈલેક્ટોરલ બોન્ડ વિશેની માહિતી પ્રકાશમાં આવ્યા પછી, રાજકીય આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોનો દોર ચાલુ છે. દરમિયાન, ચૂંટણી પંચે ગઈકાલે વિવિધ રાજકીય પક્ષો દ્વારા સબમિટ કરેલા સીલબંધ પરબિડીયાઓની માહિતી જાહેર કરી હતી. આ માહિતીમાં તૃણમૂલ કોંગ્રેસ અને જેડી (યુ)એ તેમના કેટલાક દેવાદારોના નામ છુપાવવા માટે પંચને જવાબ આપવામાં ગલ્લાં-તલ્લાં કરતા ટાળવા પ્રયાસ કર્યો છે.  એક પાર્ટી કહે છે કે કોઈ ઓફિસમાં સીલબંધ બોન્ડ આપી જતું રહ્યું, જ્યારે અન્ય એક પાર્ટીના નેતા કહી છે કે કાર્યાલયમાં કોણે બોન્ડ રાખ્યા છે અમને બિલકુલ ખબર નથી.

વાસ્તવમાં, 2018-19 માટેના તેમના ચૂંટણી બોન્ડના ખુલાસામાં, બંને પક્ષોએ એક વિચિત્ર ખુલાસો કરતા કહ્યું કે કેટલાક અનામી વ્યક્તિઓએ તેમને દાન આપ્યું હતું. બંગાળના સીએમ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ કહ્યું કે કોલકાતામાં અમારી ઓફિસમાં કોઈએ સીલબંધ ઈલેક્ટોરલ બોન્ડ રાખ્યા છે, જેના વિશે અમને કંઈ ખબર નથી.

નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ કહ્યું કે તેઓ નથી જાણતા કે તેમના પટના કાર્યાલયમાં ચૂંટણી બોન્ડ કોણે રાખ્યા છે. જો કે જેડી(યુ) એ એપ્રિલ 2019માં મળેલા રૂ. 13 કરોડમાંથી રૂ. 3 કરોડના દાતાઓની ઓળખ જાહેર કરી હતી, ટીએમસીએ 16 જુલાઇ 2018 થી 22 મે 2019 વચ્ચે પક્ષને દાન આપનાર કોઈપણ દાતાઓની ઓળખ જાહેર કરી નથી. લગભગ રૂ. ઈલેક્ટોરલ બોન્ડમાંથી 75 કરોડનું દાન આપવામાં આવ્યું હતું.

jdu%20on%20bond ઈલેક્ટોરલ બોન્ડ મામલે TMC અને JDU પક્ષનો ચૂંટણી પંચ સમક્ષ વિચિત્ર ખુલાસોjdu%20on%20bond%202 ઈલેક્ટોરલ બોન્ડ મામલે TMC અને JDU પક્ષનો ચૂંટણી પંચ સમક્ષ વિચિત્ર ખુલાસો

જેડીયુએ ચૂંટણી પંચને જણાવ્યું હતું કે મોટાભાગના બોન્ડ અમારી ઓફિસમાં મોકલવામાં આવ્યા હતા અને ડ્રોપ બોક્સમાં મૂકવામાં આવ્યા હતા અથવા અમારી પાર્ટીને સમર્થન આપવા માંગતા વિવિધ વ્યક્તિઓના મેસેન્જર દ્વારા મોકલવામાં આવ્યા હતા. પાર્ટીએ કહ્યું કે ઘણા લોકો અનામી રહેવાનું પસંદ કરે છે, તેથી અમારી પાસે તેમની વિગતો નથી. JD(U) એ 30 મે, 2019 ના રોજની તેની અરજીમાં જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ 3 એપ્રિલ, 2019 ના રોજ પટનામાં અમારી ઓફિસમાં આવ્યો હતો અને બોન્ડ સોંપ્યો હતો. અમને સીલબંધ પરબિડીયામાં રૂ. 1 કરોડના 10 ઈલેક્ટોરલ બોન્ડ મળ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઐયાસ પુત્રવધૂ/ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવી

આ પણ વાંચો:MLA Kirit Patel/‘ભામાશા બનવાથી ચૂંટણી નથી લડી શકાતી મેનેજમેન્ટથી લડાય છે’ MLA કિરીટ પટેલનો દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ

આ પણ વાંચો: Sabarmati Express Train/રાજસ્થાનમાં સાબરમતી એક્સપ્રેસને નડ્યો અકસ્માત, માલાગાડી સાથે ટક્કર થતા પાટા પરથી ઉતરી ટ્રેન, મુસાફરો ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: gujarat univercity/ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસમાં વધુ ત્રણ ઝડપાયા