Not Set/ ગાંધીનગરમાં કોરોના બ્લાસ્ટ, ગુજરાત નેશનલ લો યુનિમાં 15 વિદ્યાર્થીઓ પોઝિટિવ

ગુજરાત નેશનલ લો યુનિમાં એકસાથે 15 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટીવ આવતા હડકંપ મચ્યો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તાવના લક્ષણો દેખાતા ટેસ્ટ કરાયા હતા.

Top Stories Gujarat Others
કોરોના

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 નવા કેસ નોંધાયા છે. ત્યારે આવામાં શુક્રવારના રોજ ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ થયો છે. ગુજરાત નેશનલ લો યુનિમાં એકસાથે 15 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટીવ આવતા હડકંપ મચ્યો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તાવના લક્ષણો દેખાતા ટેસ્ટ કરાયા હતા. હાલ 15 જેટલા વિધાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બધા જ પોઝિટિવ વિધાર્થીઓ હોમ ક્વોરન્ટાઇન કરાયા છે.

ગુજરાતમાં ગઇકાલે રાજ્યમાં કોરોના વાયરસના 8 કેસ નોંધાયા હતા અને 9 દર્દીઓ સાજા થયા હતા. અમદાવાદ શહેરમાં 3, ખેડામાં 2, ગાંધીનગર શહેરમાં 1, કચ્છમાં 1 અને વડોદરામાં 1 કોરોનાનો કેસ નોંધાયો હતો.

રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 23 હજાર 971ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 942 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 956 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 74 એક્ટિવ કેસ છે, 2 દર્દી વેન્ટિલેટર પર, 72 દર્દીની હાલત સ્થિર છે.

આ પણ વાંચો :એલિસબ્રિજની જેમ ઘાટલોડિયા બેઠક ઉપર પણ ભાજપનું વર્ચસ્વ

આ પણ વાંચો :લુણામાં આચાર્યએ વિદ્યાર્થીને માર્યો માર, પોલીસે CCTV કબ્જે કરી હાથધરી તપાસ

આ પણ વાંચો :  અડાજણમાં ઓનલાઈન સટ્ટાનું રેકેટ ઝડપાયું, ખુલ્યું દુબઈ કનેક્શન

આ પણ વાંચો :કેન્દ્રીય મંત્રી અમિત શાહ વધુ એક વાર ગુજરાતના પ્રવાસે, વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજનેતાઓમાં ધમધમાટ શરૂ