નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ઉચ્ચકક્ષાની પસંદગી સમિતિએ આલોક વર્માને CBIના વડા તરીકે હટાવ્યા બાદ વચગાળાના પ્રમુખ તરીકે નાગેશ્વર રાવની નિયુક્તિ કરી હતી. જો કે ત્યારબાદ આ મામલે કરાયેલી અરજીની સુનાવણીમાંથી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ કે સિકરી પણ હવે અલગ થઇ ગયા છે.
આ પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ પણ આ મામલે અલગ થઇ ચુક્યા છે.
ગુરુવારે આ મામલો જયારે સુનાવણી માટે આવ્યો હતો, ત્યારે જસ્ટિસ સિકરીએ એક NGO તરફથી રજૂ થયેલા દુષ્યંત દવેએ બતાવ્યું હતું કે, “આ મામલે તેઓ સુનાવણી સુનાવણી કવા ઈચ્છતા નથી અને અલગ થઇ રહ્યા છે”. તેઓએ વધુમાં કહ્યું, “તમે મારી સ્થિતિ સમજો છો, હું આ મામલા પર સુનાવણી કરી શકતો નથી”
અત્રે ઉલ્લેખનીય છે કે, આલોક વર્માને તેઓના પદ પરથી હટાવનારી સિલેક્ટ કમિટીમાં જસ્ટિસ એ કે સિકરી રહી ચુક્યા છે.
આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અલગ થઇ ચુક્યા છે
આ પહેલા CJI રંજન ગોગોઈ પણ નાગેશ્વર રાવને વચગાળાના ડાયરેક્ટર બનાવવા મામલે અલગ થઇ ચુક્યા છે. CJIએ આ અંગે જણાવ્યું હતું કે, “તેઓ સિલેક્ટ કમિટીના સભ્ય છે, ત્યારે આ મામલાની સુનાવણીમાં શામેલ થવું યોગ્ય રહેશે નહિ”.
કોણા દ્વારા કરાઈ છે પીટીશન
નાગેશ્વર રાવને CBIના વચગાળાના ડાયરેક્ટર બનાવવા વિરુધ એક NGO દ્વારા પીટીશન દાખલ કરવામાં આવી હતી. NGO દ્વારા પોતાની અરજીમાં CBIના વડાની પસંદગી માટેના નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરી છે.