IPL 2024/ સનરાઇઝર્સ હૈદરાબાદ પંજાબ કિંગ્સ સામે બે રનથી જીત મેળવી

સનરાઇસ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચેની રોમાંચક મેચમાં  સનરાઇસ હૈદરાબાદનો 2 રનથી વીજય થયો છે. સનરાઇસ હૈદરાબાદની ટીમ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા SRHએ 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા.

Trending Sports
Cricket Tutorials YouTube Thumbnail 8 1 સનરાઇઝર્સ હૈદરાબાદ પંજાબ કિંગ્સ સામે બે રનથી જીત મેળવી

સનરાઇસ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચેની રોમાંચક મેચમાં  સનરાઇસ હૈદરાબાદનો 2 રનથી વીજય થયો છે. સનરાઇસ હૈદરાબાદની ટીમ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા SRHએ 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા.અને 183 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે પંજાબ કિંગ્સે સારી શરૂઆત કરી ન હતી કારણ કે ટીમે 20 રનની અંદર ત્રણેય ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે સેમ કુરન અને સિકંદર રઝાએ અનુક્રમે 29 રન અને 28 રન બનાવીને પંજાબની વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ સાબિત થયા હતા. SRH વતી, ખાસ કરીને ભુવનેશ્વર કુમાર અને કેપ્ટન પેટ કમિન્સે ચુસ્ત બોલિંગ કરી અને પંજાબના બેટ્સમેનોને દબાણમાં મુક્યા. પંજાબના હીરો શશાંક સિંહે ગુજરાત ટાઇટન્સ સામે 46 રનની ઇનિંગ રમી હતી, જ્યારે આશુતોષ શર્માએ પણ છેલ્લી ઓવરોમાં ધમાલ મચાવી હતી, પરંતુ તેની મહેનત છતાં પંજાબનો 2 રને પરાજય થયો હતો.

પંજાબ સતત વિકેટ ગુમાવી રહ્યું હતું, જેથી ટીમને છેલ્લી 5 ઓવરમાં 78 રન બનાવવા પડ્યા હતા. વધુ રન બનાવવાના દબાણમાં જીતેશ શર્માએ 16મી ઓવરમાં સિક્સર ફટકાર્યા બાદ બીજા જ બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી, જેણે 11 બોલમાં 19 રન બનાવ્યા હતા. પંજાબના બેટ્સમેનોએ આગામી 2 ઓવરમાં ચોક્કસપણે 28 રન બનાવ્યા હતા, પરંતુ તેમને હજુ 18 બોલમાં 50 રનની જરૂર હતી. શશાંક સિંહ અને આશુતોષ શર્માની જોડી ફરી એકવાર મેચનો પલટો કરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ તેમની સામે છેલ્લા 6 બોલમાં 29 રન બનાવવાનો મુશ્કેલ પડકાર હતો.

છેલ્લી ઓવરનો પહેલો બોલ નીતીશે કેચ કરીને બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો હતો. બે વાઈડ બોલ નાખ્યા બાદ જયદેવ અનડકટે ફરીથી સિક્સર ફટકારી હતી. પંજાબને છેલ્લા 3 બોલમાં માત્ર 13 રનની જરૂર હતી. જ્યારે છેલ્લા બોલનો ટર્ન આવ્યો ત્યારે પંજાબને 9 રનની જરૂર હતી. શશાંક સિંહે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ પંજાબને 2 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈનિંગની આ છેલ્લી ઓવરમાં જયદેવ ઉનડકટે 26 રન આપ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: Women leader/કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ