@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ -સુરત
સુરત શહેરના અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પલેક્સના અગિયારમા માળેથી કૂદીને મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સોમવારની રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ આપઘાત કરનાર પારસ ઘરેથી નીકળી ગયા બાદ તેની શોધખોળ કરતા મિત્રોને લાશ મળી હતી.
અડાજણ વિસ્તારમાં આવેલી કલાપી રેસિડેન્સીમાં પારસ શ્યામ ખન્ના(ઉ.વ.33) પરિવાર સાથે રહેતો હતો. પત્નીના ચારિત્ર પર શંકાને લઈ થતા ઝઘડા પારસને આપઘાત સુધી ખેંચી ગયા હોવાનું પ્રાથમિક તારણ છે. પાલ RTO સામેના એક 11 માળના નવનિર્મિત કોમ્પલેક્સ નીચેથી પારસની લાશ મળી આવતા 108 અને અડાજણ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આપઘાત પહેલા પારસ એ પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં પોતાના જ ફોટા પર ઓમ શાંતિ, રેસ્ટ ઇન પીસ લખી મિત્રોને મેસેજ કર્યા હતા.
મિત્રોએ જણાવ્યું હતું કે,છેલ્લા 6-8 મહિનાથી એટલે કે લોકડાઉન ના સમય ગાળા દરમિયાન ગાડી લે-વેચનો ધંધો ચાલતો ન હતો. આવકના લગભગ તમામ સાધન બંધ હતા. બીજી બાજુ પત્નીના ચારિત્ર પર શંકા કરતો થઈ ગયો હતો. જેને લઈ વારંવાર પારિવારિક ઝઘડાને લઈ પોતે માનસિક તણાવમાં રહેતો થઈ ગયો હતો.
વધુમાં ઉમેર્યું હતું કે સોમવારની રાત્રે પણ પત્ની જોડે કોઈ વાત ઉપર ઝઘડો થયા બાદ પારસ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. જેને લઈ પરિવારે તેને ઘણા ફોન કર્યા પણ તેનો સંપર્ક ન થતા મિત્રોની મદદ માંગી હતી. કરફ્યુના સમયમાં પણ મિત્રો પારસને શોધવા નીકળ્યા હતા. જોકે, આખરે તેનો મૃતદેહ જ મળ્યો હતો. પારસના પિતા છેલ્લા 4 વર્ષથી પરિવાર સાથે ઝઘડો કરી ક્યાંય ચાલી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, અડાજણ પોલીસે પારસ આપઘાત કેસમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મિત્રોએ જણાવ્યું હતું કે, પારસ ખૂબ મોજીલો હતો. માનસિક તણાવગ્રસ્ત કોઈને પણ હસાવી માઈન્ડ ફ્રીની થેરાપીમાં માસ્ટર હતો. સાથે સાથે ફિલ્મ અભિનેતા સની દેઓલનો ફેન અને દેશ પ્રેમી હતો. વિદેશમાં અભ્યાસ કરવાની વાત કરતા મિત્રો સાથે ઝઘડો કરી અબોલો થઈ જતો હતો.
જૂના વાડજમાં ભેખડ ધસી પડતાં મજૂરનું કમકમાટી ભર્યું મોત
કોરોનામાં અંતિમ સંસ્કાર નહીં કરવા દેવાના ભયે પરિવારે દીકરાના આપઘાતની જાણ ન કરતા થયું કંઇક આવું….
જોગડ ગામે બે અજગરના બચ્ચા જોવા મળ્યા ગ્રામજનોમાં ભયનો માહોલ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…