#TokyoOlympic2021/ કુશ્તીમાં થયો મોટો ઉલટફેર, વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઈનલમાં હારી

આજે કુશ્તીમાં મોટો ઉલટફેર થયો છે. ભારતનેે ઘણીવાર ગર્વનો અહેસાસ કરવાનાર વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઇ છે.

Top Stories Sports
કુશ્તીમાં
  • કુશ્તીમાં મોટો ઉલટફેર, 
  • વિનેશ ફોગાટને ક્વોર્ટરફાઇનલમાં મળી હાર,
  • મેડલ લાવશે તેવી આશા હતી

આજે કુશ્તીમાં મોટો ઉલટફેર થયો છે. કુશ્તીની મેટ પરથી ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતનેે ગર્વ અપાવનાર વિનેશ ફોગાટને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો –  Tokyo Olympic 2021 / ભારતીય પુરુષ હોકી ટીમે ઈતિહાસ રચ્યો, 4 દશકનાં દુષ્કાળને ખતમ કર્યો

કુસ્તીમાં ભારતને એક મોટો આંચકો લાગ્યો છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલ મેચ હાર્યા બાદ ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઇ છે. વિનેશ ફોગાટને બેલારુસ કુસ્તીબાજે 9-3 નાં અંતરથી હરાવી હતી. ક્વાર્ટર ફાઇનલ મેચનાં પહેલા રાઉન્ડમાં બેલારુસિયન કુસ્તીબાજ કાલદઝિન્સકાયાએ વિનેશ પર પ્રારંભિક દબાણ બનાવ્યું અને બે પોઇન્ટ મેળવ્યા હતા. આ પછી વિનેશે બરાબરી કરવાનો પ્રયાસ કર્યો અને 2 પોઇન્ટ મેળવ્યા. પરંતુ કાઉન્ટર અટેકમાં તેણીએ 3 પોઈન્ટ ગુમાવ્યા હતા. પ્રથમ રાઉન્ડ 5-2થી બેલારુસનાં કુસ્તીબાજની તરફેણમાં રહ્યો હતો.

આ પણ વાંચો – Tokyo Olympic / સેમિફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમની હાર, હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે મુકાબલો

વિનેશ ફોગાટે બીજા હાફની શરૂઆતમાં દાવ લગાવ્યો હતો પરંતુ બેલારુસની કુસ્તીબાજે તેનો વધુ સારી રીતે બચાવ કર્યો હતો, પરંતુ વિનેશે એક પોઈન્ટ લેવામાં સફળતા મેળવી અને સ્કોર 3-5 સુધી લઈ ગઇ હતી. પરંતુ તે પછી તુરંત જ વિનેશે બે પોઈન્ટ ગુમાવ્યા અને બેલારુસિયન કુસ્તીબાજે 3-7ની લીડ મેળવી લીધી. અંતે, બેલારુસનાં કાલદઝિન્સકાયાએ ભારતની વિનેશ ફોગાટને 9-3નાં માર્જિનથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા વિનેશ ફોગાટે 53 કિલોગ્રામ વર્ગની પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચમાં સ્વીડનની સોફિયા મેગડેલેના મેટસનને 7-1થી હરાવી હતી. વિનેશ ફોગાટ પાસેથી ભારતને મેડલની સૌથી વધુ આશા હતી. આવી સ્થિતિમાં તમામની નજર તેમની આગામી મેચ પર પણ હતી. બીજી બાજુ, ભારતનાં અંશુ મલિક પણ રેપરેજ રાઉન્ડમાં હારી ગયા છે અને આ સાથે તે ટોક્યો ઓલિમ્પિકમાંથી મેડલ વગર પરત ફર્યા છે.