Not Set/ Tesla નો નવો રેકોર્ડ, પહેલીવાર કર્યો 1 અબજ ડોલરનો નફો

એલોન મસ્કની કંપની ટેસ્લા દિવસેને દિવસે સફળતાની શિખર સર કરી રહી છે. ત્યારે હવે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાએ નફામાં રેકોર્ડ બનાવ્યો છે.

Top Stories Business
Tesla

એલોન મસ્કની કંપની Tesla દિવસેને દિવસે સફળતાની શિખર સર કરી રહી છે. ત્યારે હવે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાએ નફામાં રેકોર્ડ બનાવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, ટેસ્લાએ પહેલીવાર ક્વાર્ટરમાં 1 અબજ ડોલરથી વધુનો નફો નોંધાવ્યો છે.

11 583 Tesla નો નવો રેકોર્ડ, પહેલીવાર કર્યો 1 અબજ ડોલરનો નફો

Interesting / બગીચામાં ફરતી મહિલા પર 100 થી વધુ ઉંદરોએ કર્યો હુમલો, કોતરવા લાગ્યા પગ

વળી, બીજા ક્વાર્ટર દરમ્યાન, એલોન મસ્ક એ ઇલેક્ટ્રિક કારની રેકોર્ડ ડિલિવરીથી 1.1 અબજ ડોલરનો નફો મેળવ્યો છે. આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીએ 1040 મિલિયન ડોલરની કમાણી કરી હતી. વળી, તે એક વર્ષ અગાઉનાં સમાન ત્રિમાસિક ગાળામાં 6.04 અબજ ડોલરથી બમણા થઇને 11.96 અબજ ડોલર થઇ ગઇ છે. એલોન મસ્ક એ કહ્યું કે, હાલમાં સેમિકન્ડક્ટરની સમસ્યા ઠીક થઈ રહી છે, જો કે આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે. 2021 ની આગાહીને પુનરાવર્તિત કરતા ટેસ્લાએ જણાવ્યું હતું કે, વાહનોનાં વિતરણથી સરેરાશ વાર્ષિક 50 ટકા વૃદ્ધિ પ્રાપ્ત થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું હતું કે, જનરલ મોટર્સ, ફોક્સવેગન અને અન્ય કંપનીઓ દ્વારા નવા મોડેલો લોંચ કરવામાં આવવાના કારણે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, એલોન મસ્ક એ Teslaની નવી પેઢીની બેટરીઓ અને બહુપ્રતીક્ષિત સાયબરટ્રકનું ઉત્પાદન ક્યારે શરૂ કરશે તે અંગે કોઈ સમયરેખાનો ઉલ્લેખ કર્યો નથી. આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસ મહામારીનાં કારણે લગાવવામાં આવેલા લોકડાઉનનાં કારણે કેલિફોર્નિયાની ફેક્ટરી 6 અઠવાડિયાથી વધુ સમય માટે બંધ હતી.

11 582 Tesla નો નવો રેકોર્ડ, પહેલીવાર કર્યો 1 અબજ ડોલરનો નફો

વિશ્લેષણ / લોકોની વેદના પર મલમ લગાવવાને બદલે આવી ક્ષુલ્લ્ક બયાનબાજી કરી આપ શું સાબિત કરવા માંગો છો?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક કારો વેચવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું. આપને જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં કંપનીએ ભારતમાં આગમનની ઘોષણા કરી હતી. બીજી તરફ એલોન મસ્કએ કહ્યું હતું કે Tesla વાહનોની ઓપરેટિંગ કિંમત ગેસોલિન ક્રૂઝર કરતાં ઓછી છે. આપને જણાવી દઈએ કે, કંપનીએ તેના મોડેલ -3 અને મોડેલ-વાયનાં ભાવમાં વધારો કર્યો હતો. આ માટે, મ્સક એ સપ્લાય ચેઇન પ્રેશરને દોષી ઠેરવ્યો હતો. ઉદાહરણ તરીકે, મોડેલ-3 નું સ્ટાન્ડર્ડ રેંજ પ્લસ સંસ્કરણ ફેબ્રુઆરીમાં 36,990 ડોલરથી વધીને મે મહિનાનાં અંતમાં 39,990 ડોલર થયું છે, જ્યારે મોડેલ-વાય લોંગ રેંજ એડબ્લ્યુડી સંસ્કરણ સમાન સમયગાળામાં 49,990 ડોલરથી વધીને 51,990 થઈ ગયું છે. ટેસ્લાએ આ વર્ષે ફેબ્રુઆરીથી તેના ભાવ લગભગ અડધો ડઝન વખત અપડેટ કર્યા છે.